ચીનમાં ખોદકામમાં ૯૦૦૦ વર્ષ જૂના દારૂના અવશેષ મળ્યા
બેઈજિંગ, ચીનના જેજિયાંગ પ્રાંતના યિવૂ શહેર નજીક આવેલા એક પ્રાચીન સ્થળના ખોદકામ દરમિયાન સંશોધકોને ૯૦૦૦ વર્ષ જુના દારૂના અવશેષો મળ્યા છે. સંશોધકોનો દાવો છે કે, માટીના વાસણમાં આ અવશેષો મળ્યા છે અને આ વાસણો બે માનવ હાડપિંજરો પાસેથી મળ્યા છે. જે એ વાતનો ઈશારો કરે છે કે, કોઈ મૃતકના સન્માનમાં શોક મનાવવા માટે દારૂનુ સેવન કરવામાં આવ્યુ છે.
સંશોધકોનુ કહેવુ છે કે, આ પ્રકારે દારૂ પીવાનુ આયોજન એક બીજા સાથે સામાજિક સબંધોને કાયમ રાખવા માટે કરવામાં આવતુ હશે તેવુ લાગે છે. એક જર્નલમાં આ અંગે રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યુ છે. જેમાં ઉલ્લેખ છે કે, આ સાઈટ પરથી મળેલા માટીના વાસણોમાં સ્ટાર્ચ, પ્લાન્ટ્સના જિવાશ્મિ, મોલ્ડ અને ટીસ્ટના અવશેષો મળ્યા છે અને તે બતાવે છે કે, આ વાસણમાં એક સમયે દારૂ રાખવામાં આવ્યો છે. આ ચોખાથી બનેલો એક પ્રાકરનો બીયર હોવાની શક્યતા છે.
પૂર્વ એશિયામાં આ પ્રકારનો બીયર બનાવવાનુ ચલણ ઘણા સમયથી ચાલતુ આવે છે.જાેકે આ બીયર હાલમાં મળતા બીયર કરતા અલગ હોઈ શકે છે. તેમાં થોડી વધારે મીઠાશ હશે અને તેનો રંગ પણ અલગ હશે. સંશોધકોના મતે અન્ય કોઈ સાઈટ પરથી આ પ્રકારના વાસણો મળ્યા નથી. સાથે સાથે આ પ્રકારની બીયર બનાવવાનુ આસાન પણ નહીં હોય. કારણકે ૯૦૦૦ વર્ષ પહેલા ચોખાની ખેતી પણ શરૂઆતના તબક્કામાં હતી.SSS