ચીનમાં છાત્રોને લલચાવા માટે સેક્સની જાહેરાત આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/China-1-1024x614.jpeg)
Files Photo
ચીનની યુનિવર્સિટીએ તમામ હદો પાર કરતા એવી હરકત કરી છે કે આખી દુનિયામાં ચીન પર થૂં થૂં થઈ રહી છે
બેઈજિંગ: ચીનની અત્યંત ખ્યાતનામ યુનિવર્સિટીએ તમામ હદો પાર કરતા એવી હરકત કરી છે કે આખી દુનિયામાં ચીન પર થૂં થૂં થઈ રહ્યું છે. ચીની યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લલચાવવા માટે સેક્સ ની જાહેરાત આપી હોવાનું બહાર આવ્યું છે. ચીનની નાનજિંગ યુનિવર્સિટીની જાહેરાતમાં વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે સેક્સ્યુઅલ કન્ટેન્ટ અને યુવતીઓનો સહારો લેવામાં આવ્યો છે. જાે કે વિવાદ વધતો જાેઈને યુનિવર્સિટીએ તાબડતોબ આ ઓનલાઈન જાહેરાત હટાવી દીધી છે. યુનિવર્સિટી પર આરોપ લાગ્યો છે કે આ કામ તે પોતાની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા માટે કરી રહી છે.
નાનજિંગ યુનિવર્સિટીએ ચીનની નેશનલ કોલેજ એન્ટરન્સ ટેસ્ટના પહેલા દિવસે ચીનની સોશિયલ મીડિયા સાઈટ પર આ આપત્તિજનક જાહેરાત પોસ્ટ કરી હતી. આ જાહેરાતમાં હાથમાં બેનર પકડીને છ અલગ અલગ વિદ્યાર્થીઓ કેમ્પસના અલગ અલગ ભાગમાં ઊભેલા જાેવા મળી રહ્યા છે જેમાં યુવકો અને યુવતી બંને સામેલ છે. આ છ ફોટામાંથી જે ૨ ફોટા પર સૌથી વધુ વિવાદ સર્જાયો તેમાંથી એક ફોટોમાં યુવતીના હાથમાં જે બોર્ડ હતું તેમાં લખ્યું હતુંએટલે કે શું તમે મારી સાથે પુસ્તકાલયમાં સવારથી રાત સુધી રહેવા માંગો છો?
બીજા બોર્ડ પર લખ્યું હતુંએટલે કે શું તમે ઈચ્છો છો કે હું તમારી જવાનીનો હિસ્સો બની જઉ? આ ઓનલાઈન જાહેરાત વાયરલ થતા જ તેનો વિરોધ શરૂ થઈ ગયો. રિપોર્ટ્સમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે જે બેનર યુવકોએ હાથમાં પકડ્યા હતા તેમાં કોઈ અશ્લીલ વાતો નહતી. જેમ કે એક યુવકના હાથમાં જે બેનર હતું તેમા લખ્યું હતું કે શું તમે એક ઈમાનદાર, મહેનતું નાનજિંગ વિદ્યાર્થી બનવા માંગો છો?