ચીનમાં દર્દીની આંખમાંથી ૨૦ જીવતા કીડાનું ઝૂમખું નિકળ્યું
બેઈજિંગ, ચીનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેના અંગે જાણીને તમને ચીતરી ચડશે. જી હા એક ૬૦ વર્ષના દર્દીની આંખમાં કીડાઓનો ઝૂમખું મળી આવ્યો છે અને તે પણ જીવતા હતા. ડૉકટર્સે આંખના પોપચામાંથી ૨૦ જીવતા કીડા કાઢ્યા હતા. આંખોમાં વિચિત્ર મુવમેન્ટ લાગ્યા પછી થોડા મહિના પહેલાં દર્દી ડૉકટર પાસે પહોંચ્યો હતો. અહીં સર્જરી દરમ્યાન આ ચોંકાવનારી બાબત સામે આવી હતી. સફેદ કીડા કાઢનારા ડોક્ટર્સનું માનવું છે કે જે કીડાઓ પોપચામાંથી મળી આવ્યા છે એમાં લાર્વા હતા. દર્દીનું નામ વેન છે. તેને રમતગમતની પ્રવૃત્તિનો ખૂબ શોખ છે.
જ્યારે દર્દી આઉટડોર વર્કઆઉટ કરતા હતા ત્યારે આ કીડા દર્દીની આંખમાં પહોંચ્યા. ધીમે-ધીમે દર્દીની સ્થિતિ વધુ વણસી ગઈ અને જ્યારે તેમનાથી સહન ન થયું ત્યારે તેઓ પૂર્વ ચીનના સુઝોયુ મ્યુનિસિપલ હોસ્પિટલમાં તપાસ માટે ગયા. દર્દીએ ડોક્ટરને કહ્યું, તેઓ છેલ્લા એક વર્ષથી આંખમાં કંઇક ખૂંચતું અનુભવી રહ્યા છે.
સારવાર કરી રહેલા ડો. શી ટિંગનું કહેવું છે કે દર્દીને માખીઓએ કરડ્યો હશે. માખીઓ દ્વારા કીડાઓ આંખમાં પહોંચ્યા. સર્જરી સફળ રહી છે અને કીડાઓ કાઢ્યા બાદ દર્દી રિકવર થઈ રહ્યા છે. આ કીડા થલેજિયા કેલિપેડા જાતિના છે, જે આંખનો ચેપ ફેલાવવા માટે જાણીતા છે. સામાન્ય રીતે આ પરોપજીવી કીડા કૂતરા અને બિલાડીમાં જોવા મળે છે. ચાઇનીઝ મીડિયાના અહેવાલ અનુસાર આ જીવતા કીડાઓ લગભગ એક વર્ષથી દર્દીની આંખમાં હતા. દર્દીને આંખમાં કંઇક વિચિત્ર લાગ્યું. તેને લાગ્યું કે થાકને કારણે આવું થઈ રહ્યું છે. જ્યારે ડોકટર્સે તેની આંખોની તપાસ કરી ત્યારે બહાર આવ્યું કે ડાબી બાજુના પોપચાની નીચે નાના-નાના કીડાનો એક ગુચ્છો છે.SSS