ચીનમાં નુડલ્સ ખાવાથી એક પરિવારના નવ લોકોના મોત
બીજીંગ, જાે તમે પણ નુડલ્સના શોખીન હોવ તો સાવધાન થઇ જજાે કારણ કે જીવ જાેખમમાં મુકાઇ શકે છે આ કોઇ વાર્તા નથી પરંતુ સચ્ચાઇ છે.આવો જ એક મામલો ચીનમાં સામે આવ્યો છે. જયાં નુડલ સુપ પીવાથી એક જ પરિવારના નવ લોકોના મૃત્યુ થયા જયારે અન્ય ત્રણ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
આ ઘટના પાંચ ઓકટોબરની છે ચીનમાં એક જ પરિવારે નાશ્તામાં નુડલ્સ સુપ પીધો હતો મળતી માહિતી મુજબ સુપ પીધો તેના ગણતરીના કલાકોમાં લોકોું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા પરંતુ સારવાર દરમિયાન નવ લોકોના મોત થયા ડોકટરોએ મોતનું કારણ એકસપાયરી ડેટવાળા સુપના સેવનનું ગણાવ્યું જે સુપ એ લોકોએ પીધો હતો તે કોર્ન ફલોરથી તૈયાર કરાયો હતો અને પેકિંગ બાદ લગભગ એક વર્ષથી ફ્રિઝરમાં મુકેલોે હતો પરંતુ તે પરિવારે એકસપાયરી ડેટ વગેરે પર ધ્યાન આપ્યું નહીં જે તેમની સૌથી મોટી ભુલ સાબિત થઇ.
લેબમાં સુપના ટેસ્ટિંગથી જાણવા મળ્યુ કે તેમાં બોન્ગક્રેકિક એસિડની માત્રા ખુબ હતી જેના કારણે ફૂડ પોઇઝીનિંગ થયું અને બધાના મૃત્યુ થયા જાણકારોનું માનીએ તો બોન્ગક્રેકિડ એસિડ મેંદો અને ચોખા સંબંધિત ફૂડ આઇટમ્સમાં જાેવા મળે છે તે ખુબ ઝેરી હોય છે બોન્ગક્રેકિક એસિડ જે ફૂડ આઇટમમાં હોય છે તેને ગરમ કર્યા બાદ પણ તેની અસર ખતમ થતી નથી આ બોન્ગક્રેકિક એસિડે જ ઘરમાં રાખેલા નુડલ સુપને ઝેરીલો બનાવી દીધો હતો.
ન્યુટ્રિશનિસ્ટ ડોકટર શીખા શર્માનું કહેવુ છે કે કોઇ પણ પ્રોડકટનું સેવન કરતા પહેલા તેની એકસપાયરી જરૂર જાેઇ લેવી જાેઇએ અને આ સાથે જ ઘરમાં ઘણા સમયથી સંગ્રહ કરી રાખેલી ખાવાની વસ્તુના ફૂડ પેકેટનું સેવન પણ હાનિકારક થઇ શકે છે ખાસ કરીને જાે તે લિકિવડ પ્રોડકટ હોય તો બિલકુલ ન ખાઓ એકસપાયરી ડેટથી વધુ સમય વીતી દજાય તો ખાદ્ય પદાર્થ ઝેર બની જાય છે તેમાં એસિડ બના લાગે છે.HS