Western Times News

Gujarati News

ચીનમાં પહેલા કેસની જાહેરાત થઈ ત્યારે કોરોના US પહોંચ્યો

અમેરિકામાં આ વાયરસ ૧૩ ડિસેમ્બર ૨૦૧૯થી ફેલાઈ રહ્યો હતો.

નવી દિલ્હી: એક નવા અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ અભ્યાસનું માનીએ તો જીવલેણ કોરોના વાયરસ ડિસેમ્બર ૨૦૧૯ની શરૂઆતમાં જ અમેરિકા પહોંચી ગયો હતો. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન અને અમેરિકન રેડ ક્રોસના એક અભ્યાસ મુજબ કોરોના વાયરસ દેશમાં તે સમય કરતા અનેક અઠવાડિયા પહેલાથી હાજર હતો, જેનું અનુમાન વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓએ લગાવ્યું છે. એટલું જ નહીં ચીનમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૯માં પહેલા કેસની અધિકૃત પુષ્ટિ થઈ તે પહેલેથી વાયરસ અમેરિકામાં હતો.

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ બ્લડ ડોનેશન અંગે કરવામાં આવેલા વિશ્લેષણથી જાણવા મળે છે કે અમેરિકામાં આ વાયરસ ૧૩ ડિસેમ્બર ૨૦૧૯થી ફેલાઈ રહ્યો હતો. હકીકતમાં ૧૩ ડિેસમ્બર અને ૧૭ જાન્યુઆરી વચ્ચે અમેરિકન રેડ ક્રોસ દ્વારા ભેગા કરાયેલા બ્લડ સેમ્પલ્સનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો તો ૯ રાજ્યોના કેટલાક રક્તદાતાઓના કોવિડ-૧૯ એન્ટીબોડી ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેનાથી સંકેત મળે છે કે તેઓ અમેરિકામાં કોવિડ-૧૯ કેસની ૨૦ જાન્યુઆરીએ પુષ્ટિ થતા પહેલા જ વાયરસના સંપર્કમાં આવી ચૂક્યા હતા.

અત્રે જણાવવાનું કે નવા કોરોના વાયરસનો પ્રકોપ ડિસેમ્બરમાં ચીનના વુહાનથી શરૂ થયો હતો. ત્યારબાદ તે આખી દુનિયામાં ફેલાઈ ગયો અને તેના કારણે કરોડો લોકો સંક્રમિત થયા અને લાખો લોકોના મોત થયા. આ બધા વચ્ચે યુએસ સેન્ટર ફોર ડિસીઝ સંટ્રોલ એન્ડ પ્રીવેન્શનએ કોવિડ-૧૯ પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા બાદ ક્વોરન્ટાઈન પીરિયડ ઓછો કર્યો છે. અપડેટ કરાયેલા દિશા નિર્દેશ મુજબ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોએ હવે ૧૦ દિવસ જ ક્વોરન્ટાઈન રહેવું પડશે. ઉપરથી જો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ઉપલબ્ધ કરાવો તો તેઓ ૭ દિવસમાં ક્વોરન્ટાઈન ખતમ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.