ચીનમાં બૂલેટ ટ્રેન પાટા પરથી ઊતરી જતાં ડ્રાવરનું મોત થયું

શાંઘાઈ, ચીનમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ચીનમાં એક ટ્રેન જાેતજાેતામાં ટ્રેનના પાટા પરથી નીચે ઉતરી ગઇ હતી. આ ઘટના ગુઇઝોઉ પ્રાંતમાં ઘટી છે. જ્યાં બુલેટ ટ્રેન ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી, આ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મોટી દુર્ઘટનામાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ અને ૭ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે.
આ ઘટનાની માહિતી ચીનના સ્થાનિક મીડિયા આઉટલેટ ગ્લોબલ ટાઈમ્સે શનિવારે એક ટ્વીટ કરીને આપી હતી. જે મુજબ બુલેટ ટ્રેન ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત ગુઇયાંગથી દક્ષિણ પ્રાંત ગુઆંગઝૂ તરફ દોડી રહી હતી. શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે ગુઇઝોઉના એક સ્ટેશન પર ભૂસ્ખલનને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં ટ્રેનના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે જ્યારે ટ્રેન યુઝાઈ ટનલના પ્રવેશદ્વાર પર પહોંચી ત્યારે જ ટ્રેનના સાતમા અને આઠમા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
આ પહેલાં પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી હતી જેમાં મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે ઘટના દરમિયાન, રેલ્વે પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું, જેમા ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે ૧૨૩ ને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ત્યારે પણ અકસ્માતનું કારણ અવિરત વરસાદ અને ભૂસ્ખલન જ હતું.૧૩ મે ના રોજ ચીન રેલવેએ જાહેરાત કરી હતી, કે બેઇજિંગને દક્ષિણ ચીનના ગ્વાગડોંગ પ્રાંત સાથે જાેડતી હાઇ-સ્પીડ રેલ્વેની ઓપરેટિંગ સ્પીડ વધારીને ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવશે. ચાઈનીઝ રેલ્વેના જણાવ્યા અનુસાર આટલી ઝડપે દોડનારી તે ચીનની પાંચમી હાઈ-સ્પીડ રેલ બની જશે.
મહત્વનું છે કે, બુલેટ ટ્રેનની સ્પીડ વધવાથી યાત્રા કરવાના સમયમાં ઘટાડો થાય છે,પંરતૂ આવી ઘટનાઓથી પણ કંઇક શીખ મેળવવી જાેઇએ.૨૦ જૂનથી, ટ્રેન મધ્ય ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાન સાથે બેઇજિંગને જાેડતા ખંડ પર ૩૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે. સ્પીડ વધાર્યા પછી, બેઇજિંગથી વુહાન સુધીનો પરિવહન સમય ઘટીને ૩ કલાક અને ૪૮ મિનિટ થઈ જશે, જે લગભગ ૧,૩૩૦ કિમીની મુસાફરીને ઘટાડી દેશે.SS2KP