ચીનમાં મહિલાની બેગમાંથી ઢગલો સેકસ ટોય મળ્યા
ચીન: ચીનમાં એક એજીબોગરીબ ઘટના સામે અવી છે. એક મહિલાના સામાનના એક્સ-રે સ્કેનની તસવીરો લઇ તેને ગ્રુપ ચેટમાં શેર કરવા બદલ સિક્યુરિટી ગાર્ડને ગ્વાન્ગઝૂ મેટ્રો દ્વારા નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. આ ઘટના ૭ મેના રોજ સામે આવી હતી. જેમાં એક વેઇબો યુઝરે ગ્રુપ ચેટના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. જેમાં દેખાતું હતું કે ગાર્ડ્સે કમ્યૂટર બેગના એક્સ-રે સ્કેનનાં ફોટા પોસ્ટ કર્યા હતા. ગ્વાન્ગઝૂ-ફોશાન મેટ્રોમાં નિયુક્ત ગાર્ડને તેની સાથે કહ્યું હતું કે, તેને એક્સ-રે સ્કેન કરતી વખતે તેને મહિલાની થેલીમાં ભારે ધાતુની વસ્તુઓ મળી,
તેથી તેણે તેને બેગ ખોલવા વિનંતી કરી હતી. ત્યારે માલુમ થયું કે બેગની અંદર એક ચાબુક, એક સેક્સ ટોય અને અન્ય ઘણા સેક્સ ટોય મળ્યાં હતા. આ ઉપરાંત ગાર્ડે અન્ય વસ્તુ પણ લખી હતી. તે પ્લેઇડ સ્કર્ટમાં લિન ચિ-લિંગ જેવી લાગતી હતી, પરંતુ તે તેની બેગમાં આવી વસ્તુ રાખતી હતી. અહેવાલો અનુસાર ગાર્ડે ગ્રુપમાં મોકલેલા સ્ક્રીનશોટ શેર કરનારા આ બ્લોગરે પોલીસ અને મેટ્રો સ્ટેશનને પણ ફરિયાદ કરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ગાર્ડને લઈને વિવાદ ઉભો થયો હતો
તેનો ભારે વિરોધ થયો હતો.આ બાબતે અમુક લોકોએ ચિંતા વ્યક્ત કરી કે કેવી રીતે કોઈ ગાર્ડ તેમના પુરુષ અધિકારોનો ઉપયોગ કોઈ સ્ત્રીની અંગત બાબતોને ગ્રુપ ચેટમાં જાહેર કરવા માટે કરી શકે. આ મામલો ત્યાર બાદ ખુબ ગરમાયો હતો. સોશિયલ મીડિયા પર વિરોધ કરતા એક યુઝરે લખ્યું, આવી ખરાબ વર્તણુક ધરાવતો કોઈ વ્યક્તિ કેવી રીતે સિક્યુરિટી ગાર્ડ બની શકે?” તમને મુસાફરોના વ્યક્તિગત સમાનના ફોટા લેવાનો અને તેના પર યોગ્ય કોમેન્ટ્સ કરવાનો હક કોણે આપ્યો? જાે કે તેનાથી વિપરીત કોઈએ એવું પણ લખ્યું કે સેક્સ ટોયનો નાશ કરવાની જરૂર છે. મામલો ખુબ ગરમાયો જ્યારે આ બ્લોગરની પોસ્ટ એકદમ વાયરલ થઈ ગઈ. ત્યાર બાદ ગાર્ડે માફી માંગી, તેણે એવો દાવો કર્યો કે તેણે ફોટા તેના એક મિત્ર સાથે શેર કર્યા હતા.