ચીનમાં મુસ્લીમ-ખિસ્ત્રી નાગરિકોના શરીરમાંથી હૃદય, કિડની, લિવર કાઢી લેવાય છે
બીજીંગ: યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશ્નર ફોર હ્મુમન રાઈટ્સે એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અિાૃધકાર પંચના કહેવા પ્રમાણે ચીન લઘુમતી નાગરિકોના અંગો કાઢીને તેમને અસહ્ય યાતના આપે છે અને પછી તેમને તરફડીને મરવા માટે મૂકી દે છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના સભ્યોએ દાવો કર્યો હતો કે ચીનમાં કેદ થયેલા લઘુમતી નાગરિકો પર અમાનવીય ત્રાસ ગુજારવામાં આવે છે. ખાસ તો ઉઈઘુર મુસ્લિમો, મુસ્લિમો, ખ્રિસ્તી નાગરિકો અને તિબેટીયન નાગરિકોને અકારણ કેદ કરી લેવામાં આવે છે. તે પછી લોહીની તપાસના બહાને આ નાગરિકોને દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ તેમના હૃદય, લિવર અને કિડનીને કાઢી લેવામાં આવે છે.
યુએનના હ્મુમન રાઈટ્સ કમિશનના સત્તાવાર અહેવાલમાં કહેવાયું હતુંઃ અમને જાણકારી મળી છે કે ધાર્મિક લઘુમતીઓને ચીનમાં બળજબરીથી લોહીનો રીપોર્ટ કરાવવાનું કહેવામાં આવે છે. તે પછી ઘણાં કેદીઓના વિવિધ અંગનો એક્સરે થાય છે. માત્ર લઘુમતી કેદીઓ સાથે જ આવું વર્તન થાય છે. અન્ય કેદીઓને એવી કોઈ જ તપાસ કરવા મજબૂર કરવામાં આવતા નથી.
એ પછી કેદીઓના શરીરમાંથી અંગો કાઢીને તેમને તરફડીને મારી નાખવામાં આવે છે. હૃદય અને લિવર કાઢ્યા પછી કેદીઓના મોત થાય ત્યારે એવી જાહેરાત કરવામાં આવે છે કે તેને કોઈ ગંભીર બીમારી હોવાથી મૃત્યુ થયું હતું. આ રેકેટમાં ચીનના સ્વાસ્થ્ય વિભાગના ટોચના અધિકારીઓ અને સર્જન સંડોવાયેલા છે.
માનવ અધિકાર પંચે કહ્યું હતું કે, અગાઉ આવા અહેવાલો ૨૦૦૬-૨૦૦૭માં પણ આવ્યાં હતાં. એ વખતે ચીની સરકાર સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ સરકારે એવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી એવું કહીને રદિયો આપ્યો હતો. આ અંગે ચીન તપાસમાં સહકાર આપે તે માટે રજૂઆત કરવામાં આવી છે.