ચીનમાં વ્યક્તિ ખાવાનું ખાતી વખતે રડવા લાગે છે!
નવી દિલ્હી, રડવું અથવા આંખોમાં પાણી આવવું સ્વાભાવિક છે. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ લાગણીશીલ હોય છે, પીડામાં હોય છે, તેને દુખ થતું હોય છે અથવા હસે છે ત્યારે તેની આંખોમાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વ્યક્તિ જમતી વખતે રડતી હોય ? બરાબર એવું જ ચીનના એક માણસ સાથે થાય છે.
જ્યારે પણ તે ખોરાક ખાય છે, ત્યારે તે રડવા લાગે છે. તેને જાેઈને એવું લાગે છે કે તે કોઈ ગંભીર દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે પણ એવું નથી. અજબગજબ સમાચાર માટે પ્રખ્યાત વેબસાઇટ ઓડિટી સેન્ટ્રલ પર તાજેતરમાં ચીનમાં એક વ્યક્તિ વિશે કહેવામાં આવ્યું હતું જેને દુર્લભ સિન્ડ્રોમ છે.
આ સમાચાર વિશે જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે ઓડિટી સેન્ટ્રલ વેબસાઈટે ચીની મીડિયાને ટાંકીને વેબસાઈટ પર આ સમાચારનો ઉલ્લેખ કર્યો છે, તેથી અમે આ સમાચાર સાચા હોવાનો દાવો કરતા નથી.
આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે તે ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર ઝાંગ નામનો વ્યક્તિ જમતી વખતે રડતો હતો. તેને લાગ્યું કે તેની સાથે કોઈ સમસ્યા છે, જેના કારણે તે હોટલમાં પણ ખાવા નહોતો જતો કારણ કે જ્યારે લોકો તેની સામે જાેવા લાગતા હતા ત્યારે તેને શરમ આવતી હતી.
બાદમાં વ્યક્તિને ખબર પડી કે તે તેના સ્વભાવમાં નથી, પરંતુ એક રોગને કારણે છે. ઝાંગ ચેકઅપ માટે વુહાનની હૉસ્પિટલમાં ગયો હતો, જ્યાં નિદાન પછી ડૉક્ટરોએ તેને કહ્યું કે તેને ક્રોકોડાઇલ સિન્ડ્રોમ નામનો દુર્લભ સિન્ડ્રોમ છે.
આ વિશે વધુ માહિતી આપતાં ડૉ.ચેંગે જણાવ્યું કે આ સિન્ડ્રોમ વ્યક્તિના ચહેરાના લકવાની સમસ્યા સાથે સંબંધિત છે. જ્યારથી તે ચહેરા પર લકવાગ્રસ્ત થયા બાદ સ્વસ્થ થઈ રહ્યો છે, ત્યારથી તેની આંખો પર લૅક્રિમલ ગ્રંથિ પર ખરાબ અસર પડી છે. સ્વસ્થતા દરમિયાન ચહેરાના જ્ઞાનતંતુઓની દિશા બદલાઈ જાય છે, જેના કારણે ખોરાકની ગંધ અથવા સ્વાદમાંથી લાળને બદલે આંખોમાં આંસુ આવે છે.SSS