ચીનમાં હવે બ્રુસેલીસિસ બીમારીનો કહેર: અનેક રાજયોમાં હજારો સંક્રમિત થયા

પેઇચીંગ, ચીનમાં કોરોના વાયરસ બાદ હવે બ્રુસેલીસિસ નામના બેકટીરિયાથી સંક્રમણનો ખતરો વધતો જ જાય છે.ચીનના અનેક નવા રાજયોમાં આ બેકટીરિયાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે ચીની અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બીમારીનો પહેલો મામલો હત વર્ષ જુલાઇમાં એક બાયોફાર્માસ્યુટિકલ કંપનીમાં રિસાવ બાદ સામે આવ્યો હતો હત મહીને જ ગાંસુ પ્રાંતના પાટનગર લાન્ચોના આરોગ્ય પંચે કહ્યું કે અત્યાર સુધી ૩,૨૪૫ લોકો આ બેકટીરિયાથી સંક્રમિત થઇ ચુકયા છે.
તાજેતરના દિવસોમાં ચીનના ગાંસુ પ્રાંત શાકસની પ્રાંત અને ઇનર મંગોલિયામાં બેકટીરિયલ બ્રુસેલોસિસના અનેક મામલાની પુષ્ટી થઇ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ રોગ કેટલાક અઠવાડીયા મહીના કે વર્ષો સુધી રહી શકે છે. આ બીમારીથી સંક્રમિત દર્દીઓને પસીનાની સાથે સાથે હાડકા અને માંસપેશિઓમાં દર્દ થાય છે સપ્ટેમ્બરની શરૂઆતમાં ચીની મીડિયાએ કહ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ચીનના સૌથી મોટી બાળકોની હોસ્પિટલમાં પાંચ બાળકો આ બીમારીથી સંક્રમિત થયા છે.
બ્રિસેલોસિસ એક જુનોટિક રોગ છે જે પશુઓ અને કુતરા સહિત જાનવરોને પ્રભાવિત કરે છે જાે તેનો સીધા સંપર્કમાં ઇસાન આવે છે તો આ બેકટીરિયા તેને પણ સંક્રમિત કરી શકે છે.આ બીમારી સંક્રમિત પશુના દુધ પીવાથી કે મીટ ખાવાથી પણ મનુષ્યમાં ફેલાય છે. આ બીમારીથી ગ્રસ્ત થનારા ઇસાનને ઠંડી લાગીને તાવ આવે છે.ખુબ વધુ નબળાઇ અને થકાનના કારણે દર્દી અચાનક ચક્કાર ખાઇ બેભાન થઇ જાય છે.
અમેરિકાના સેંટર્સ ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર ઇન્ફેકશન થવા પર કેટલાક લક્ષણ લાંબા સમય માટે રહી શકે છે જયારે કેટલાક એવા પણ હોઇ શકે છે કે કયારેય પુરી રપીતે જાય નહીં જેમ કે અર્થરાઇટિસ કે કોઇ અંગમાં સુજન. ચીની પ્રશાસને જાણ્યુ છે કે બાયો ફાર્માસુટિકલ પ્લાન્ટે એકસપાયર થઇ ચુકેલ ડિસઇન્ફેકટેંટનો ઉપયોગ કર્યો હતો તેના માટે વેકસીન બનાવવામાં આવી રહી હતી તેના કારણે જ ફેકટરીના એગ્જોસ્ટથી બેકટીરિયા કયારેય પુરી રીતે સાફ થયો ન હતો.HS