Western Times News

Gujarati News

ચીનમાં ૩૦૦થી વધુ મોતઃ કોરોના વાઈરસનો કહેર

પાક. સરકારે ચીનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચીન ન છોડવા આદેશથી પાક.વિદ્યાર્થીઓ રોષે ભરાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીનમાં કેરોનો વાઈરસને હાહાકાર મચાવ્યા બાદ તેના પડઘા વિશ્વના દરેક દેશોમાં પડી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ‘હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.

કોરોના વાઈરસને કારણે ચેપ ન ફેલાય એ માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર તબીબોની ટીમો કાર્યરત કરી આવનાર મુસાફરોની મેડીકલ તપાસ શરૂ કરવામાં આઅવી છે. ઉપરાંત આવનાર પ્રવાસીઓએ સેલ્ફ ડેકલેરેશન પણ આપવાનું હોય છે.

અમદાવાદમાં વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ, એલ.જી. હોસ્પીટલ,તથા સિવિલ હોસ્પીટલમાં ખાસ આઈસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશને ઘેર ઘેર જઈ સર્ચ કરવાનું પણ નક્કી કર્યુ છે. તેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક મેડીકલ ટીમ મણીનગરમાં ઘેર ઘેર ફરી તપાસ કરી રહી છે.

ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં ૩૧પ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૧૩૦૦૦થી વધુ કેસો નોંધાયા છે. માત્ર ર૪ કલાકમાં જ ૪પ લોકોના મોતના સમાચાર છે. ભારત ચીનમાં રહેલા તથા અભ્યાસ કરતાં લોકો-વિદ્યાર્થીઓને ભારત પરત લાવી રહી છે. કેન્દ્ર સરકારે ભારતના લોકોને ચીનનો પ્રવાસ રદ કરવા જણાવ્યુ છે.

અત્યાર સુધીમાં ૩રપ લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે. ભારત ચીનમાં ફસાયેલા લોકોને પરત ફરી રહી છે ત્યારે પાકિસ્તાન સરકારે પાકિસ્તાનના જે વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ કરવા ગયા છે તેમને ચીનમાં જ રહેવા આદેશ કર્યો છે. પાકિસ્તાની સરકારના આ આદેશથી ચીનમાં રહેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓ ખુબ જ રોષે ભરાયા છે. આ વિદ્યાર્થીઓએ પાકિસ્તાન સરકારને ભારત પાસે શીખ લેવા જણાવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.