ચીની કંપનીઓ ભારતમાં માર્ગ પ્રોજેક્ટ્સમાં ભાગ લઈ શકશે નહીં : નીતિન ગડકરી
નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલા તણાવને પગલે હવે કેન્દ્ર સરકારે આર્થિક સ્તરે ચીન સામે ઘણા કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ બાદ હવે કેન્દ્રીય માર્ગ પરિવહન હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ પણ મોટી જાહેરાત કરી હતી.
ગડકરીએ કહ્યું હતું કે, ચીની કંપનીઓને હવે ભારતમાં હાઇવે પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને જો કોઈ ચીની કંપની સંયુક્ત સાહસ દ્વારા હાઇવે પ્રોજેક્ટ્સમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો પણ તેને પ્રતિબંધિત કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સરકાર સુનિશ્ચિત કરશે કે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ ક્ષેત્ર) માં પણ ચિની રોકાણકારો પર પ્રતિબંધ છે.
માર્ગ પરિવહન, રાજમાર્ગો અને એમએસએમઇ પ્રધાને જણાવ્યું હતું કે, હાઇવે પ્રોજેક્ટ્સમાં ભાગીદારી માટે યોગ્યતાના માપદંડને વધારવા માટે ભારતીય કંપનીઓ માટે ચીની કંપનીઓ પર પ્રતિબંધ મુકવા અને નિયમોમાં છૂટછાટ આપવા માટે ટૂંક સમયમાં એક નીતિ બનાવવામાં આવશે. હાલમાં કેટલાક પ્રોજેક્ટ્સ કે જે ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવ્યા હતા. તેમાં કેટલાક ચીની ભાગીદારો શામેલ છે. મંત્રીને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે
હાલના અને ભાવિ ટેન્ડરમાં નવા ર્નિણયનો અમલ કરવામાં આવશે.
ગડકરીએ કહ્યું કે અમે ટેક્નોલઈજી, સંશોધન, કન્સલ્ટન્સી અને અન્ય કાર્યો માટે એમએસએમઇમાં વિદેશી રોકાણ અને સંયુક્ત સાહસને પ્રોત્સાહિત કરીશું, પરંતુ ચીનમાં અમે તેમનું સમર્થન નહીં કરીએ.ભારતીય બંદરો પર ચીની માલસામાન બંધ કરવા અંગે મંત્રીએ કહ્યું કે ભારતીય બંદરો પર ‘માલ સમાન માં કોઈ રોક નાતી, પરંતુ દેશને આર્ત્મનિભર બનાવવા માટે સરકાર એમએસએમઇ અને વ્યવસાયોને મદદ કરવા અનેક પહેલ અને સુધારાઓ શરૂ કરી રહી છે.