ચીની જાસુસી કાંડ: પીએમઓ અને મહત્વપૂર્ણ મંત્રાલયોમાં સેંધમારી
નવીદિલ્હી, ભારતમાં ચીનના જાસુસી કાંડની તપાસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત દલાઇ લામા અને ભારતમાં લગાવવામાં આવેલ સુરક્ષા ઉપકરણ પણ ચીની જાસુસોના નિશાન પર હતાં પકડાયેલા ચીની જાસુસી નેટવર્કથી આ પુછપરછમાં સામે આવ્યું છે કે ભારતીય મંત્રાલયમાં કામ કરનારા ઉચ્ચ અધિકારીઓ અને બ્યુરોક્રેટ્સની માહિતી શોધવામાં આવી રહી હતી.
ચીની જાસુસી કિવંશ શીની પુછપરછમાં જાણવા મળ્યુ છે કે ચીને ભારતમાં પોતાની જાસુસી ટીમને પીએમઓ સહિત મોટી કચેરીની આંતરિક માહિતી આપવા કહ્યું હતું જેવી કે કાર્યાલયમાં કોણ વ્યક્તિ મહત્વપૂર્ણ છે કોણ કયાં પદ પર તહેનાત છે અને કેટલો પ્રભાવશાળી છે.
પુછપરછમાં ચીનના આ જાસુસી નેટવર્કમાં મહાબોધી મંદિરના એક મુખ્ય બૌધ્ધિક ભિક્ષુ અને કોલકતાની એક પ્રભાવશાળી મહિલાના સામેલ થવાની વાત પણ સામે આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે કિવંગ શીથી આ મહિલાથી મિલાવવામાં આવી હતી જે તેને મહત્વપૂર્ણ દસ્તાવેજ સોંપતી હતી અને કિવંગ તેને ટ્રાંસલેટ કરી ચીન મોકલતી હતી.
ચીની જાસુસની પુછપરછમાં એજન્સીના હાથે કેટલાક દસ્તાવેજાે લાગ્યા છે જે અનુસાર પીએમઓમાં સામેલ અધિકારી અને દલાઇ લામાની દરેક ગતિવિધિની માહિતી લેવામાં આવી રહી હતી એ યાદ રહે કે આ મામલામાં દિલ્હી પોલીસની સ્પેશલ સેલે ગત મહીને કિવંશ શીની સાથે તેમના નેપાળી સાથી શેર બહાદુર અને ભારતીય પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી હતી ત્રણેય આ સમયે તિહાડ જેલમાં બંધ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યુ છે કે ચીની જાસુસીના બદલે કિવંગને ભારતમાં એક લાખ રૂપિયા આપવામાં આવતા હતાં આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે દક્ષિણ દિલ્હીના જે મકાનમાં કિવંગ રહેતી હતી તેનું ૫૦ હજાર રૂપિયાનું ભાડુ કોણ આપતુ હતું.
જાસુસી નેટવર્કનો ખુલાસો ઓગષ્ટ મહીનામાંચીની નાગરિક ચાર્લી પેંગ ઉર્ફે લુઓ સાંગની ધરપકડથી થયો ત્યારબાદથી જ તપાસ એજન્સી ચીની જાસુસી નેટવર્કની માહિતી લગાવવામાં લાગી હતી દિલ્હીમાં આઇટી વિભાગની રેડ દરમિયાન ચીની જાસુસી રેકેટનો ભંડાફોડ થયો હતો ત્યારે પણ એ સામે આવ્યું હતું કે ચાર્લી પેંગ તિબેટી બૌધ્ધ ધર્મગુરૂ દલાઇ લામાની જાસુસી કરી રહ્યું હતું. પેંગે પર આરોપ છે કે ચીની ગુપ્ત એજન્સીઓ તેને તિબેટી શરણાર્થી પર નજર બનાવી રાખવા માટે કહ્યંુ હતુ આ સાથે જ દલાઇ લામાની કોર ટીમમાં ધુસવાની વાત પણ કહેવામાં આવી હતી આ દરમિયાન સર્વિલાંસ થી બચવા માટે પેંગે વી ચેટનો ઉપયોગ કર્યો હતો.HS