Western Times News

Gujarati News

ચીની નાગરિકો પર હુમલાને એક અકસ્માત ગણાવતી ઇમરાન સરકાર

ઇસ્લામાબાદ: બુધવારે સવારે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્ખાના કોહિસ્તાન જિલ્લામાં બોમ્બ વિસ્ફોટમાં અનેક ચાઇનીઝ ઇજનેરો સહિત ઓછામાં ઓછા એક ડઝન લોકો માર્યા ગયા હતા અને ૩૭ ઘાયલ થયા હતા. આ વિસ્ફોટથી ચીની સરકારે પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાની ચિંતામાં વધારો કર્યો છે. ચીનીઓને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેલી ઇમરાન ખાનની સરકાર પણ ડ્રેગનના ક્રોધથી ડરવા માંડી છે અને આ જ કારણ છે કે પાકિસ્તાન સરકારે આ હુમલાને અકસ્માત ગણાવ્યો છે.

ચીનના એન્જિનિયરો અને કર્મચારીઓ સાથે વાહન દાસુ હાઇડ્રો પાવર પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનાને અકસ્માત ગણાવતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બુધવારે અપર કોહિસ્તાનમાં એક બસનો અકસ્માત થયો હતો, જેમાં ૯ ચીની અને ૩ પાકિસ્તાની નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે,યાંત્રિક સમસ્યાને કારણે ગેસ લિકેજ અને વિસ્ફોટ થયો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ચીને પાકિસ્તાનને કહ્યું છે કે આ ઘટનાની વિસ્તૃત તપાસ થવી જાેઈએ. આ હુમલાની નિંદા કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને પાકિસ્તાનને અપીલ કરી છે કે તેઓ હુમલાના ગુનેગારોને કડક સજા આપવામાં આવે અને. ચીની નાગરિકો, સંગઠનો અને પ્રોજેક્ટની સુરક્ષાની બાંયેધરી લેવામાં આવે.

ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં ‘ચાઇના પાકિસ્તાન કોરિડોર’ સહિતના અનેક પ્રોજેક્ટ્‌સમાં અબજાે ડોલરનું રોકાણ કર્યું છે. જાે કે, તેની સુરક્ષા હંમેશાં ચીન માટે ચિંતાનો વિષય રહ્યો છે. પાકિસ્તાનમાં હાજર ઘણા આતંકવાદી સંગઠનો ઉપરાંત આ પ્રોજેક્ટ્‌સને તાલિબાન તરફથી પણ ખતરો હોવાનું માનવામાં આવી રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.