Western Times News

Gujarati News

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ખુરશી ઉપર ખતરો

નવીદિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી પર ભારતીય સૈનિકોને પાછળ હટાવવામાં ચીનની નિષ્ફળતાનો અર્થ છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની કોઇને પણ ડરાવવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે. એક વકીલ અને ટીપ્પણીકાર ગાર્ડન જી ચાંગ દ્વારા લેખિત ન્યુઝવીક માટે એક ઓપનિયન આર્ટિકલ અનુસાર ચીની રાષ્ટ્રપતિએ એલએસીના મોટાભાગના વિસ્તારોમાં પીપલ્સ લિબરેશન આર્મી પીએલએની નિષ્ફળતા હાઇ પ્રોફાઇલ ધુષણખોરીની સાથે પોતાના ભવિષ્યને ખતરામાં નાખી દીધી છે લેખકનું કહેવુ છે કે શી ભારતમાં આ આક્રમક પગલાને વાસ્તુકાર છે અને ચીની સૈનિક અપ્રત્યાશિત રીતે ફલોપ થઇ ગયા છે.

એલએસી પર ચીની સેનાની નિષ્ફળતાઓના પરિણામ હશે અને શીને વફાદાર તત્વોની સાથે સશસ્ત્ર દળોમાં વિરોધીઓની જગ્યા લેવાનું એક બહાનું આપશે જાે કે આ નિષ્ફળતા શીને પ્રેરિત કરે છે જે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના કેન્દ્રીય સૈન્ય આયોગના અધ્યક્ષના રૂપમાં પીએલએના નેતા છે. મેની શરૂઆતમાં ચીની સૈનિકોએ લદ્દાખમાં ત્રણ અલગ અલગ ક્ષેત્રોમાં એલએસીના દક્ષિણમાં ઉન્નત કર્યું સીમાના ખરાબ સીમાંકનની સાથે ચીની સેનાઓએ વર્ષોથી ભારતીય પદો પર કબજાે કરી લીધો ખાસ કરીને જયારે શીને ૨૦૧૨માં પાર્ટીના મહામંત્રી નિયુકત કરવામાં આવ્યા હતાં.

એ યાદ રહે કે ભારત ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી પર મહીનાથી ગતિરોધ ચાલુ છે ચીની સેના સતત ઉશ્કેરણીપૂર્વક હરકત કરી રહી છે જેને ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી રહી છે આ પુરી દુનિયાને ખબર છે કે જિનપિંગની સેના ભારતીય જવાનોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે પરંતુ ચીન છે જે ઉલ્ટા ચોર કોતવાલને ડાંટેવાળી હરકત કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.