ચીની રોકાણ અને ચીની સામાનના આયાત પર ધીમે-ધીમે સકંજો કસવાનું શરૂ

નવીદિલ્હી, દેશભરમાં ચીની સામાનની વિરુદ્ધ પ્રદર્શન થવાની સાથે જ મોદી સરકાર પણ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને ચીની પ્રોડક્ટના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવવા માટે અનેક રણનીતિ તૈયાર કરી રહી છે. મોદી સરકારે ચીની રોકાણ અને ચીની સામાનના આયાત પર ધીમે-ધીમે સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. તે મુજબ, હવે સરકાર ચીનથી આયાત કરવામાં આવનારા અનેક રોજિંદા સામાન પર ભારે ભરખમ ટેક્સ લગાવશે. જે આગામી પાંચ વર્ષ માટે લાગુ રહેશે. તેની સાથે સરકારે ચીનથી આયાત થનારી પ્રોડક્ટ પર સમગ્રપણે પ્રતિબંધ લગાવવા માટે તેને બે કેટેગરીમાં વહેંચી છે, જેની પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોને મળેલી જાણકારી મુજબ, જેટલો પણ સામાન આયાત કરીએ છીએ તેને સરકારે બે કેટેગરીમાં વહેંચી દીધો છે. સાથોસાથ, સરકારે આ બંને માટે અલગ-અલગ રણનીતિ તૈયાર કરી છે. પહેલી કેટેગરીમાં ઓછી કિંમત, વધુ વોલ્યૂમવાળી આઇટમ જેમ કે રોજિંદા ઉપયોગમાં લેવાતા સામાન, કિચનમાં ઉપયોગી સામાન, સ્ટેશનરી વગેરે સામેલ છે. આ એવી આઇટમ્સ છે જે વેલ્યૂ ટર્મમાં ઘણી ઓછી હોય છે પરંતુ વોલ્યૂમ ટર્મમાં ઘણી વધારે છે. તેને ‘લો વેલ્યૂ હાઈ વોલ્યૂમ’ કહેવામાં આવે છે. તેના માટે સરકારે પાંચ રણનીતિ તૈયાર કરી છે જેની પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાંચ બાબતો પર સરકાર ભાર મૂકશે તેમાં સસ્તા ઇમ્પોર્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી, સેફગાર્ડ ડ્યૂટી લાગી શકે છે,ઇમ્પોર્ટ થનારા સામાનની સમયાંતરે થશે સમીક્ષા,કાઉન્ટર વેલિંગ ડ્યૂટી પણ લગાવી શકે છે સરકાર,ઇમ્પોર્ટ પર ટેકનીકલ સ્ટાન્ડર્ડ શરતો થશે લાગુ,ડોમેસ્ટિક પ્રોડક્શન પર આપશે ઇન્સેન્ટિવનો સમાવેશ થાય છે. બીજી કેટેગરીના સામાન જે હાઈ વેલ્યૂ અને લો વોલ્યૂમનો સામા છે, તેની પર સરકારે તાત્કાલિક કોઈ પગલાં ન ભરવાનો નિર્ણય લીધો છે. લોન્ગ ટર્મ પોલિસી હેઠળ પહેલા તેનું પ્રોડક્શન વધારવામાં આવશે, ત્યારબાદ ધીમેધીમે તેના સાપેક્ષમાં પ્રતિબંધ મૂકવામાં આવશે.