Western Times News

Gujarati News

ચીની વસ્તુઓના સ્થાન લેવા માટે ભારતીય ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન અપાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીનને આર્થિક મોરચે ઘેરવા માટે ભારતમાંથી ચીનના માલના બહિષ્કારના શ્રીગણેશ થઈ ગયા છે વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં ધીમે ધીમ જાગૃતિ આવી રહી છ ેઅને સ્થાનિક કંપનીઓની બનાવટની ચીજવસ્તુઓને પ્રાધાન્ય મળે તે માટે નવી માર્કેટ સ્ટ્રેટેજી રચવામાં આવી રહી છે. આગામી ચાર-છ મહિનામાં તેની ભૂમિકા ઉભી કરી દેવાશે. તેના માટે રાજ્ય-કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આગળ વધશે. સ્થાનિક ઉદ્યોગપતિ ઓ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરશે. જેને કારણે ચીની બનાવટની ચીજવસ્તુઓની આયાત ઘટશે. તેના માટે ચાઈનીઝ બનાવટની આયાત થતી ચીજવસ્તુઓને વર્ગીકૃત કરાઈ રહી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ ની કેટેગરી અલગ કરાશે.

સામાન્ય રીતે જીવનજરૂરી ચીજવસ્તુઓની આયાત ચીનથી ઓછી થતી હોય છે તેમ છતાં આ મુદ્દાને ધ્યાનમાં લેવાશે. જા કે વિવિધ ચીજવસ્તુઓના મોટાપાયે થતાં ઉત્પાદનમાં વપરાતી ચાઈનીઝ વસ્તુઓના સ્થાને ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે. ઉદ્યોગપતિઓ જા આ પ્રકારની ચીજવસ્તુઓ બનાવશે તો તેમને કેટલીક રાહતો મળશે એવી પણ તૈયારીઓ રાખવામાં આવશે. ચાઈનીઝ ચીજવસ્તુઓ સસ્તી હોય છે.

પરંતુ ગુણવતામાં નબળી હોય છે. ભારતીય કંપનીઓ ગુણવતામાં શ્રેષ્ઠ વસ્તુ બનાવશે. તેના ભાવમાં જા કે થોડોક ફર હોઈ શકે છે.

જા કે ચીની ચીજવસ્તુઓના બહિષ્કારના મામલે ચીજવસ્તુઓને વર્ગીકૃત કરાઈ અને તેની સમગ્ર બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરાય એવી સંભાવના છે.
માત્ર ભારતની જ નહી, પરંતુ ચીનની બનાવટની ચીજવસ્તુઓની જગ્યાએ અન્ય દેશની કંપનીઓને પ્રાધાન્ય અપાશે. પરંતુ તેના સ્થાને સ્થાનિક કંપનીઓને વિશેષ મહ¥વ આપવામાં આવશે.સ્થાનિક ઉદ્યોગપતિઓ અન્ય બિઝનેસ કરી શકે તે માટે પ્લેટફોર્મ ઉભુ કરાશે. એવી જ રીતે લઘુ-મધ્યમ કક્ષાના ઉદ્યોગો કે જે મોટાભાગના બંધ હાલતમાં છે. તેમને ચીની બનાવટની ચીજવસ્તુઓ બનાવવાનું કહેવામાં આવશે.

તેના માટે તૈયારીઓ શરૂ કરાય એવી સંભાવનાઓ છે. ચીનના આર્થિક નેટવર્કને તોડવા માટે ભારત તેની બનાવટની ચીજવસ્તુઓની જગ્યાએ સ્વદેશી કંપનીઓને ચાઈનીઝ બનાવટની ચીજવસ્તુઓ બનાવવાનું પ્લેટફોર્મ ઉભુ કરશે ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા સફળતાથી મળી રહે એ સહિતના તમામ મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવશે. જા કે નિષ્ણાંતોનું માનવું છે કે આ ચાર છ હિનાની પ્રક્રિયા છે. પરંતુ આ ચાર છ મહિનામાં પ્લેટફોર્મ ઉભુ કરવાની સાથે દેશભરમાં વાતાવરણ પણ ઉભુ કરાશે એેના માટે અડરગ્રાઉન્ડ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હોવાની સંભાવના વ્યાપક બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.