ચીની વાયરસ વિશે સાચું કહ્યું હતું કે તે વુહાન લેબમાંથી ઉદ્ભવ્યો છે : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ‘ચાઈનીઝ વાયરસ વુહાન લેબથી આવ્યો છે’, તે આ વિશે સંપૂર્ણપણે સાચા હતા. તેમણે ગુરુવારે કહ્યું, ‘હવે દરેક લોકો, કથિત દુશ્મનો પણ કહેવા લાગ્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાચા હતા કે ચીની વાયરસ વુહાન લેબમાંથી આવ્યો છે.’ તેમણે ‘લેબ લિક’થી થતાં મૃત્યુ અને નુકસાન માટે ચીન પર દંડની માંગ પણ કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, ‘ડૉ. (એન્થની) ફૌસી અને ચીન વચ્ચેની ‘પત્રવ્યવહાર’ ને અવગણી શકાય નહીં. કોરોના દ્વારા થતાં મૃત્યુ અને નુકસાન માટે ચીને અમેરિકા અને વિશ્વને ૧૦ ટ્રિલિયન ડોલર આપવું જાેઈએ.
નોંધપાત્ર વાત એ છે કે અમેરિકાના ટોચના કોરોનાવાયરસ સલાહકાર ડો. એન્થોની ફૌસીના ખાનગી ઇમેઇલના ખુલાસા પછી વુહાન લેબમાંથી કોરોના વાયરસના ઉત્પત્તિ વિશેની ચર્ચાઓએ ફરી એક વાર જાેર પકડ્યું છે. લગભગ ૩૦૦૦ પાનાના આ ઈ-મેલ વોશિંગ્ટન પોસ્ટ, બઝફિડ ન્યૂઝ અને સીએનએનને માહિતીના સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ પ્રાપ્ત થયા છે. આ પત્રવ્યવહાર જાન્યુઆરીથી જૂન ૨૦૨૦ નો છે.
ઇમેઇલ્સથી અમેરિકામાં કોરોનાની ઉત્પત્તિનો પ્રારંભિક દિવસોનો ખુલાસો કરે છે. ડો.ફૌસી અને તેના સાથીદારોએ આ વાતને ધ્યાનમાં રાખ્યું છે કે કોવિડ -૧૯ વાયરસ ચીનના વુહાન લેબમાંથી લિક થવાનું પરિણામ હોઈ શકે છે. લેબ લિક થયેલા ઇમેઇલ અંગે ડો.ફૌસીએ સી.એન.એન. ને કહ્યું કે તેઓ હજી પણ નથી માનતા કે વુહાન લેબ દ્વારા વાયરસ લિક થયો છે.
તેમણે કહ્યું, ‘મને ઇમેઇલમાં શું છે તે યાદ નથી પરંતુ મને લાગે છે કે ચીને ઇરાદાપૂર્વક એવું કંઈક કર્યું હશે તેવું સમજવું અયોગ્ય છે. આને કારણે લોકોએ અહીં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડશે.’ તેમણે જણાવ્યું હતું કે ‘તે મારી સમજની બહાર છે’ આ વિવાદાસ્પદ દાવાને ગયા વર્ષે નિષ્ણાંતો દ્વારા નકારી કાઢ વામાં આવ્યા હતા, કારણ કે તેના સમર્થન માટે કોઈ પુરાવા નથી. જાે કે, તાજેતરમાં વુહાન લેબમાંથી વાયરસના ઉત્પત્તિ અંગે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.