ચીની સેનાએ સ્વીકાર્યું, અરૂણાચલના ગુમ 5 યુવક તેમની પાસે છે, પરત લાવવાની પ્રક્રિયા શરૂ
નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશથી અપહરણ કરવામાં આવેલા 5 ભારતીયોને લઇને ચીને પહેલાં તો તેની જાણકારી હોવાની મનાઇ કરી, પરંતુ હવે તેને સ્વિકાર કર્યો છે કે તે લોકો તેમના ત્યાં છે. કેન્દ્રીય કિરણ રિજિજૂએ મંગળવારે જણાવ્યું કે અપહરણ કરાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અરૂણાચલ પ્રદેશના સુબનસિતી જિલ્લાના પાંચ યુવક જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યાંથી તે ગુમ થઇ ગયા. પછી પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ તેમનું અપહરણ કરી લીધું છે.
કેન્દ્રીય મંત્રી રિજિજૂએ ટ્વીટ કરી જણાવ્યું ‘ભારતીય સેના તરફથી મોકલવામાં આવેલા હોટલાઇન સંદેશ પર ચીનની પીએલએએ જવાબ આપ્યો છે. તેમણે પુષ્ટિ કરી છે કે અરૂણાચલ પ્રદેશથી ગુમ યુવક તેમની તરફ મળી આવ્યા છે. તેમને અધિકારીઓને સોંપવાની આગળની ઔપચારિકતાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલાં સોમવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અરૂણાચલ પ્રદેશથી ગુમ યુવકો વિશે કોઇ જાણકારી હોવાની મનાઇ કરી દીધી હતી. પૂર્વી લદ્દાખમાં તણાવ વચ્ચે ચીની પ્રવક્તાએ આ મુદ્દે ભડકાઉ નિવેદન આપ્તાં અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબ્બતનો ભાગ ગણાવ્યો હતો.