ચીની સૈનિકો લાઉડસ્પીકર દ્વારા ભારતીય સૈનિકોને ઉશ્કેરવામાં લાગ્યા
પેઇચીગ, પૂર્વી લદ્દાખથ્માં હજારો ફુંટ ઉચી ચોટીઓ પર વિજય હાંસલ કરી ચીની ધુષણખોરીને નિષ્ફળ બનાવનાર ભારતીય સૈનિકોના મનોબળને તોડવા માટે ચીન હવે એક વધુ ગંદી ચાલ ચાલી રહ્યું છે પોતાની સરકારી ભોપુ ગ્લોબલ ટાઇમ્સ દ્વારા મનોવૈજ્ઞાનિક યુધ્ધ ચલાવનાર ચીન હવે મેદાન એ જંગમાં લાઉડસ્પીકર દ્વારા ભારતીય સૈનિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ ઉશ્કેરવામાં લાગ્યું છે.
હકીકતમાં ચીન પોતાની હજારો વર્ષ જુની રણનીતિ પર કામ કરી રહ્યું છે ચીની સેનાના સૈન્ય રણનીતિકાર સુન જુએ છઠ્ઠી શતાબ્દી ઇસા પૂર્વમાં પોતાની બહુચર્ચિત પુસ્તક આર્ટ ઓફ વોરમાં લખ્યું છે કે સૌથી સારૂ યુધ્ધ કૌશલ તે હોય છે જે લડાઇ વિના જીતી લેવામાં આવે છે. તેમની જ રણનીતિ પર કામ કરતા ચીની સેેના અને ગ્લોબલ ટાઇમ્સ જેવા કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર લદ્દાખમાં ભારતીય સૈનિકોની વિરૂધ્ધ મનોવૈજ્ઞાનિક યુધ્ધ છેડેલ છે.
રિપોર્ટ અનુસાર ૨૯-૩૦ ઓગષ્ટે પૈંગેગ ઝીલના દક્ષિણ કિનારા પર ભારતીય સેનાના રેજાંગ લા અને રેચિન લામાં ચીની સેનાને સખ્ત પરાજય આપ્યા બાદ ચીની સેના સૌથી પહેલા ટૈંક અને બખ્તરબંધ સૈન્ય વાહન લઇ આવી હતી તેને આશા હતી કે ભારત ડરી જશે અને પાછળ હટી જશે પરંતુ આમ થયું નહીં ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધુ કે જાે ચીની સેનાએ લક્ષ્મણ રેખાને પાર કરી તો તે જાેરદાર જવાબ આપશે.
આ ચાલ નિષ્ફળ ગયા બાદ તે સમયે ભારતીય સેનાના કમાંડરો માટે ખુશીનો પાર ન રહ્યો જયારે ચીની સેનાએ પૈંગોંગ ઝીલની ફિંગર ચાર પર પંજાબી ગીત વગાડવાનું શરૂ કરી દીધુ જયારે એક વુસુલમાં ચીની સેનાના માલ્ડો સૈન્ય સ્થળ પર મોટામોટા લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે.તેના પર ચીની સેના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના પોતાના રાજદ્વારી આકાઓના હાથે મુર્ખ ન બને.
ચીની સૈનિક ભારે ઠંડીમાં આટલી ઉચાઇ પર ભારતીય સૈનિકોને તહેનાત કરવાની ભારતીય નેતાઓના નિર્ણયની સાર્થકતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે ચીની રણનીતિ એ છે કે ભારતીય સૈનિકોના આત્મવિશ્વાસને નબળો કરવામાં આવે અને સૈનિકોની અંદર અસંતોષ પેદા કરવામાં આવે જે કયારેય પણ ગરમ ભોજન કરતા નથી ભારતીય સેનાના એક પૂર્વ ચીફે કહ્યું કે પીએલએ લાઉડસ્પીકર રણનીતિનો ઉપયોગ વર્ષ ૧૯૬૨ અને ૧૯૬૭માં નાથુ લા ઝડપ દરમિયાન કરી ચુકી છે. તેમણે કહ્યું કે ચીનને લાગે છે કે ફિંગર ૪ પર પંજાબી સૈનિક તહેનાત છે અને તે પંજાબી સૈનિકોને ઉશ્કેરવા માટે પોતાની જુની પધ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે.HS