ચીની સૈન્યની મહિલાની જાસુસી બદલ અમેરિકામાં ધરપકડ
વોશિંગ્ટન/બેઇજીંગ. અમેરિકામાં જાસૂસી કરવાનો ઈરાદો રાખતું ચીન તેની જ જાળમાં ફસાયું છે. તે પણ સાબિત થયું છે કે શી જિનપિંગ અને તેની સૈન્ય ડિપ્લોમેટિક સ્ટેટસનો ઉપયોગ જાસૂસી કરવા માટે કરે છે. શુક્રવાર અને શનિવારે રાત્રે 3 વાગ્યે FBIએ સાન ફ્રાન્સિસ્કોમાં ડિપ્લોમેટિક ફેસેલિટીથી તાંગ ઝૂઆન (37)ની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેશમાં વધુ ત્રણ ચીની જાસૂસોની શોધ કરી રહી છે. દેશની સરહદો પર અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાંગને ઘણી વાર દેશના વિવિધ કોન્સ્યુલેટ અથવા રાજદ્વારી ફેસેલિટીમાં જતા જોવામાં આવતા હતા. તાંગ પોતે સોશિયલ મીડિયા પર નહોતી. જોકે, તેના એક મિત્રે તેનો ફોટો ફેસબુક પર શેર કર્યો છે. તાંગે બેઇજિંગમાં આર્મી લેબમાં કામ કર્યું ત્યારે આ ફોટો બનાવવામાં આવ્યો હતો. FBIની શંકાની પુષ્ટિ મળી થઈ. ત્યાર બાદ તાંગ ઉપર દેખરેખ વધારવામાં આવી હતી.
તાંગ જાસુસી સાથે સંકળાયેલી હોઈ તેના વિષે બહુ વધુ વિગતો સામે આવી નથી. તેણે બાયોલોજી સાથે બેઇજીંગથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે ચીનની સેનાની લેબમાં કામ કરતી હતી. ત્યારબાદ અમેરિકન સ્ટાઈલમાં અંગ્રેજી બોલાવનું શીખ્યું અને જાસુસીની તાલીમ લીધી. અમેરિકી વિઝા બન્યો અને ન્યૂયોર્ક પહોચી ગઈ. અમેરિકાની ની જાણીતી ડેવિસ રિસર્ચ લેબમાં મદદનીશ તરીકે નોકરી મળી ગઈ. તાંગ અહી પાર્ટ ટાઈમ જોબ કરતી હતી, પણ તેનું મિશન તો દુનિયાના સૌથી તાકાતવર દેશમાંચ જાસુસીનું હતું.