ચીની હેકર્સના નિશાના પર ભારતીય મંત્રાલય અને ભારતીય કંપનીઓ
નવીદિલ્હી: ભારત-ચીન સીમા પર વણસી રહેલી સ્થિતિ વચ્ચે હવે ચીની હેકર ભારતીય મંત્રાલય અને ભારતીય કંપનીઓને નિશાન બનાવી રહ્યાં છે. ચીને હેકરોએ છેલ્લા ૫ દિવસોમાં ભારતના સૂચના પ્રોદ્યોગિકી ઢાંચા અને બેંકિંગ સેક્ટર પર ૪૦ હજારથી વધુ વખ સાયબર હુમલાનો પ્રયાસ કર્યો છે.મહારાષ્ટ્ર પોલીસ સાયબર વિંગ મુજબ સીમા પારથી ઓનલાઇન હુમલામાં સતત વધારો થઇ રહ્યો છે અને પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ આ પ્રમાણ વધી ગયું છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગે આ પ્રકારના હુમલાઓની માહિતી એકઠી કરી છે. જેમાં સૌથી વધુ હુમલા ચીનના ચેંગદૂમાંથી કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ભારતીય સાયબર સ્પેસના સ્ત્રોત પર ઓછોમાં ઓછા ૪૦ હજાર ૩૦૦ જેટલા સાયબર હુમલા છેલ્લા ૪થી ૫ દિવસમાં કરવામાં આવ્યા છે. સાયબર હુમલાઓના કારણે સેવામાં અડચણ, ઇન્ટરનેટ પ્રોટોકોલ અને ફિશિંગ જેવી સમસ્યા થઇ રહી છે. જેને લઇ ઇન્ટરનેટ યુઝર્સે ફાયરવોલ અથવા સાયબર સુરક્ષા ઓડિટ કરાવવાની સૂચના અપાઇ છે.અગાઉ સિંગાપુર બેસ્ટ સાયબર ઇન્ટેલિજન્સ ફર્મએ દાવો કર્યો હતો કે ચીનનું જાણીતું હેકર્સ ગ્રુપ ભારતને ટાર્ગેટ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ ચીની હેકર્સ ભારતીય રક્ષા મંત્રાલય સહિત ભારતની મોટી કંપનીઓને પણ નિશાન બનાવી રહી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીની સરકાર સાથે સંબંધ ધરાવતા હેકર ભારતીય બિઝનેસ પર વારંવાર અટેક કરી રહ્યાં છે.
સાઇફર્મના જણાવ્યા મુજબ ડિફેન્સ સહિત ચીનના હેકર્સ ગ્રુપ ભારતની ટેલીકોમ કંપનીઓને પણ પોતાનું નિશાન બનાવી રહી છે. જેમાં એરટેલ, બીએસએનએલ, રિલાયન્સ જીયો સહિતની કેટલી ફાર્મા કંપનીઓ જેમ કે સિપ્લા, સન ફાર્માને પણ નિશાન બનાવી રહ્યાં છે. સાથે જ રિપોર્ટમાં દાવો કરાયો છે કે સ્ઇહ્લ અને ન્શ્્ જેવી કંપનીઓને પણ ચીની હેકર્સ નિશાન બનાવી રહ્યાં છે.
આ હેકર્સ કંપનીઓ સંવેદનશીલ માહિતીની ચોરી કરવાની ફિરાકમાં છે. જેમાં ટ્રેડ સિક્રેટ્સ પણ હોય છે. જે કોઇ પણ કંપની માટે ઘણો મહત્વનો ડેટા હોય છે. સાથે જ સાઇફર્મના રિપોર્ટમાં દાવો કરાયો છે કે હેકર્સ સાથેની વાતચીતના આઇસી એડ્રેસના અભ્યાસના આધારે એ જાણવા મળ્યું કે આ સાયબર અટેક પાછળ ગોથિક પાંડા અને સ્ટોન પાંડાનો હાથ છે. આ બંને જાણીતા હેકર્સ ગ્રુપ છે.જે ચીન સરકાર સાથે સંબંધ ધરાવે છે.
ચીની હેકર્સના નિશાના પર ભારતમાં કોરોના વાયરસના આંકડાને જાહેર કરનાર સરકારી વેબસાઈટ પણ આવી ગઈ છે. આ વેબસાઈટના વિશે ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકોને સચેત કર્યા છે. બેન્કે કહ્યું કે આ વેબસાઈટના નામનો ઉપયોગ કરતાં હેકર્સ લિંક મોકલી શકે છે, જેના પર ક્લિક કર્યા બાદ ખાતું એક ઝટકામાં ખાલી થઈ શકે છે.
એસબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે લગભગ ૨૦ લાખ ભારતીયોને ઈમેલ આઈડી સાઈબર અપરાધીઓએ ચોરી કરી લીધી છે. હેકર્સ ઈ-મેલ આઈડી વડે લોકોને ફ્રીમાં કોરોના ટેસ્ટ કરવાના નામે તેમની વ્યક્તિગત અને બેન્કની જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. એસબીઆઈએ દેશના દિલ્હી, મુંબઈ, હૈદ્વાબાદ ચેન્નઈ અને અમદાવાદના લોકોને આ બનાવટી ઈ-મેલ વિશે ખાસ સાવધાન રહેવા માટે કહ્યું છે.
સીબીઆઈએ ઈન્ટરપોલની સૂચનાના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિતો પ્રદેશો તથા કેન્દ્રીય એજન્સીઓને બેંકિંગ ટ્રોઝન સરબેરસ વિશે સર્તક કર્યા છે જે સ્માર્ટફોન વપરાશકર્તાને કોવિડ ૧૯ સંબંધિત ખોટી લિંક ડાઉનલોડ કરવા માટે લલચાવે છે અને પછી મોબાઈલ ડેટા ચોરી કરે છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી.
અધિકારીઓના અનુસાર સરબેરસ નામની બેકિંગ ટ્રોઝનના માધ્યમથી કોવિડ ૧૯ મહામારીનો ફાયદો ઉઠાવી કોઈ વપરાશકર્તાને એવી લિંક ડાઉનલોડ કરવા માટે એસએમએસ મોકલે છે. જેમાં હેક કરનાર સોફ્ટવેર છે. ટ્રોઝન ડાઉનલોડ કરતાં આ ક્રેડિટ કાર્ડ નંબર જેવા નાણાકીય ડેટા ચોરી કરી શકે છે.