ચીને અમેરિકાની બે સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
બંને કંપનીઓ તાઇવાનને હથિયાર સપ્લાય કરતી હોવાનો દાવો
આ સાથે ચીને દાવો કર્યો છે કે આ બંને કંપનીઓ તાઇવાનને હથિયાર વેચાણ કરવાનું સમર્થન કરતી હતી
બેઇજિંગ, ચીને અમેરિકાની બે સંરક્ષણ કંપનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. અમેરિકાની બંને કંપનીઓ પર ચીને પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે ચીને દાવો કર્યો છે કે આ બંને કંપનીઓ તાઇવાનને હથિયાર વેચાણ કરવાનું સમર્થન કરતી હતી. ઉલ્લેખનીય છે કે, ચીન હંમેશા તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવતું રહ્યું છે. આ સાથે ચીન દાવો કરતું રહ્યું કે, જો જરુર પડશે તો બળપ્રયોગ કરીને તાઈવાનને પરત લઈ લેવામાં આવશે.ચીને કરેલી કાર્યવાહીના ભાગરુપે ચીનમાં કાર્યરત જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ અને જનરલ ડાયનેમિક્સ લેન્ડ સિસ્ટમ્સની સંપત્તિઓ જપ્ત કરી લીધી છે.
આ કંપનીઓને મેનેજમેન્ટને પોતાના દેશમાં પ્રવેશ કરવા સામે પણ મનાઇ ચાલું છે. જોકે, હજુ એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ કંપનીઓ પાસે ચીનમાં શું-શું છે. અમેરિકાના આ બંને સૈન્ય કંપનીઓ ચીનના આક્રમણને રોકવા કે સામનો કરવાના ઉદ્દેશ્યથી જૂના કવચને બદલવા માટે તાઇવાન દ્વારા ખરીદવામાં આવી રહેલી અબ્રામ્સ ટેન્કને બનાવવામાં મદદ કરે છે. જનરલ એટોમિક્સ અમેરિકાની સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાઇ રહેલા પ્રીડેટર અને રીપર ડ્રોનનું ઉત્પાદન કરે છે. જોકે, ચીનના અધિકારીઓે તાઇવાનને હથિયારો પુરા પાડવાના મામલામાં કંપનીની કથિત સંડોવણી વિશે વિસ્તૃત માહિતી આપી નથી.ss1