ચીને અરૂણાચલ પ્રદેશમાં 4.5 કિમી અંદર વસાવ્યું ગામ: સુબ્રમણ્યમસ્વામીએ ઉઠાવ્યા સવાલ
બિજીંગ, ચીને ભુટાન બાદ હવે અરૂણાચલ પ્રદેશની સરહદની અંદર પણ ગામ વસાવ્યું છે, આ ગામમાં લગભગ 101 ઘર પણ બનાવ્યા છે, આ ગામ અરૂણાચલ પ્રદેશમાં વાસ્તવિક ભારતીય સરહદની લગભગ 4.5 કિમી અંદર સ્થિત છે, આ ગામમે ત્સારી ચૂ ગામની અંદર વસાવવામાં આવ્યું છે.
આ ગામ અરૂણાચલ પ્રદેશનાં સુબનસિરી જિલ્લામાં સ્થિત છે, ચીનનું આ ગામ ભારતની સુરક્ષા માટે જોખમી બની ગયું છે, બીજી તરફ બિજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીનનાં ભારતીય જમીન પર કબજા અંગે સવાલ પર કહ્યું કે તે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે ચર્ચા કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે ભારત અને ચીન વચ્ચે સુબનસિરી જિલ્લો લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે, અને તે અંગે સશસ્ત્ર સંઘર્ષ પણ થઇ ચુક્યો છે, રિપોર્ટમાં સેટેલાઇટ તસવીરોમાં આ ગામ સ્પષ્ટ જોવા મળે છે, અને નિષ્ણાતોને પણ તે બતાવવામાં આવી છે, ચીને આ ગામ એવા સમયે વસાવ્યું છે, જ્યારે પશ્ચિમ સેક્ટરમાં લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ સામ-સામે છે.
ચીનના આ ગામની નજીક ભારતનો કોઇ રોડ પણ નથીને માળખાગત સુવિધાઓ પણ નથી, આ પુર્વે નવેમ્બર 2020માં બિજેપીનાં અરૂણાચલ પ્રદેશનાં સાંસદ તાપિર ગાવોએ લોકસભામાં ચેતવણી આપી હતી કે તેમના રાજ્યમાં ચીનની ઘુશણખોરી વધી છ, અને તેમણે ઉત્તર સુબનસિરી જિલ્લાનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે ચીન નદીનાં માર્ગે જોઇએ તો સુબનસિરી જિલ્લામાં સરહદમાં 60થી 70 કિમી અંદર ઘુસી આવ્યું છે.