ચીને ઉઈગર મુસ્લિમો બાદ ઉત્સુલ મુસ્લિમો પર શરૂ કર્યો અત્યાચાર
બીજિંગ, ચીને શિનજિયાંગ પ્રાંતના ઉઈગર મુસ્લિમો બાદ અન્ય એક રાજ્ય હેનાનમાં ઉત્સુલ મુસ્લિમો પર પણ અત્યાચાર શરુ કર્યા છે. ધાર્મિક કટ્ટરતા ખતમ કરવાના નામ પર 10000 જેટલી વસતી ધરાવતા આ સમુદાય પર જાત-જાતના પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. અહીંયા ઉત્સુલ મુસ્લિમોના બાળકો અને યુવાઓ પર બુરખા જેવા પરંપરાગત વસ્ત્રો પહેરવા પર પાબંધી મુકી દેવાઈ છે.
વાસ્તુકલામાં અરબી પેટર્ન હોય તેવી મસ્જિદો બનાવવા પર પ્રતિબંધ છે.ઉત્સુલ મુસ્લિમની દુકાન પર અરબી શબ્દ લખવાની પણ મનાઈ છે. સાથે સાથે તેમના પર નજર રાખવાનુ પણ શરુ કરી દેવાયુ છે. ઉત્સુલ મસ્જિદોની કમિટીમાં એક વ્યક્તિ બિન મુસ્લિમ હોવો અને કોમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય હોવુ ફરજિયાત બનાવાયુ છે.આમ તેમની પર પણ ઉઈગર મુસ્લિમો જેવા અત્યાચાર શરુ કરવામાં આવ્યા છે.ઉત્સુલ સંપ્રદાયના તાર મૂળે વિયેતનામ સાથે જોડાયેલા હોવાનુ મનાય છે.