Western Times News

Gujarati News

ચીને જ દુનિયામાં કોરોનાની મહામારી ફેલાવી: વૈજ્ઞાનિક

ચીનની મોઢું બંધ રાખવા અથવા ગંભીર પરિણામો સહન કરવાની ધમકી બાદ લી મેંગ યાને નાસી છૂટ્યાં હતાં
ન્યૂયોર્ક, કોરોનાની મહામારી દુનિયાભરમાં કેવી રીતે ફેલાઈ અને તેના માટે કોણ જવાબદાર છે એવા વિવાદો વચ્ચે એક ચીની મહિલા વૈજ્ઞાનિકે એવી ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે કોરોના વાઇરસ માટે ચીન જવાબદાર છે અને મારી પાસે એના પુરાવા છે. ચીનની વાઇરોલોજિસ્ટ લી મેંગ યાને દાવો કર્યો હતો કે તે જરૂર પડ્યે એવા પુરાવા રજૂ કરી શકે છે કે કોરોના વાઇરસ ચીને જ ફેલાવ્યા હતા.  તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીનની સરકાર કોરોના વાઇરસ અંગે ઘણી માહિતી છૂપાવી રહી છે. આ વાઇરસ માનવ સર્જિત છે અને એમાં ચીનનો જ સૌથી મોટો ફાળો છે. ચીન ઘણી માહિતી છૂપાવીને બેઠું છે પરંતુ મારી પાસે એ વાતના પુરાવા છે કે કોરોના વાઇરસ ચીને પેદા કર્યો છે.

લી મેંગ યાને કહ્યું કે કોરોના વુહાનની મીટ માર્કેટ (માંસ બજાર)થી નથી આવ્યા કારણ કે આ મીટ માર્કેટ એક સ્મોક સ્ક્રીન છે. આ વાઇરસ પ્રકૃતિની દેન નથી. આ વાઇરસ વુહાનની મીટ માર્કેટથી નથી આવ્યા તો ક્યાંથી આવ્યા એેવા સવાલના જવાબમાં લીએે કહ્યું કે આ વાઇરસ વુહાનની એક લેબોરેટરીમાંથી આવ્યા છે અને માનવ સર્જિત છે એવા મારી પાસે પુરાવા છે. આ વાઇરસનો જીનોમ અનુક્રમ માણસના ફિંગર પ્રિન્ટ જેવો છે. એ મુદ્દાના આધાર પરજ હું પુરવાર કરીશ કે આ વાઇરસ માનવ સર્જિત છે અને એની પાછળ ચીન જવાબદાર છે.

લી મેંગ યાનને ચીનની સરકારે મોઢું બંધ રાખવાની અથવા ગંભીર પરિણામો સહન કરવાની ધમકી આપી ત્યારબાદ લાગ મળતાં લી ચીનથી નાસી છૂટ્યાં હતાં અને હાલ અમેરિકામાં રાજ્યાશ્રય લીધો હતો. તેમણે કહ્યું કે વાઇરસમાં માણસના ફિંગર પ્રિન્ટ એ સાબિત કરવા પૂરતા છે કે આ વાઇરસ માનવ સર્જિત છે, એને કુદરત સાથે કશી લેવા દેવા નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.