Western Times News

Gujarati News

ચીને તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરતા ભારતનું ટેન્શન વધશે

Files Photo

નવીદિલ્હી: ભારતીય સીમામાં દર વખતે દખલ કરતા ચીને હવે તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને ન્યિંગછી થઈને પસાર થશે. આ વિસ્તાર ભારતની સીમા અનુસાર સંવેદન શીલ છે. ભારત ઉપરાંત અરૂણાચલ પ્રદેશ રાજ્યની સીમા તેનાથી થોડી જ દૂર છે. તેના દ્વારા સમજી શકાય છે કે ચીન કઈ રીતે ઝડપથી સીમા પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યું છે. રણનીતિક અનુસાર આ ભારતની ચિંતાને વધારનાર છે.

ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટના શતાબ્દી સમારોહ પહેલા આ બુલેટ રેલ સેક્શનની શરૂઆત કરવામાં આવી છે. સિચુઆન-તિબેટ રેલવેના ૪૩૫.૫ કિલોમીટર લાંબા લ્હાસા-ન્યિંગચી સેક્શનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યા અનુસાર આ સેક્શન પર શુક્રવારે પહેલી બુલેટ ટ્રેન ચાલી.

કિંધઈ-તિબટ રેલવે બાગ સિચુઆન-તિબેટ રેલવે તિબેટમાં બીજી રેલવે લાઈન છે. આ કિંધઈ-તિબેટ પઠારના દક્ષિણ-પૂર્વ પરથી પસાર થશે. આ વિસ્તાર દુનિયાની સૌથી ઉંચાઈ વાળી જગ્યાઓમાંથી એક છે અને રણનીતિક રીતે ભારત અને ચીન બન્ને માટે સંવેદનશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.