ચીને પાકિસ્તાનના આતંકી સંગઠનના આકા અને તાલિબાનો સાથે બેઠક કરી
બીજીંગ, અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારને માન્યતા આપી દીધા બાદ અફઘાનિસ્તાન સ્થિત ચીનના રાજૂદત વાંગ યુ અને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચીફ ઓપરેશનલ કમાન્ડર મુફતી અબ્દુલ રઉફ અઝહરે કંદહારમાં તાલિબાની નેતૃત્વ સાથે અગ અલગ મુલાકાત કરી છે.
ચીનના રાજદૂતે તાલિબાનને અફઘાનિસ્તાનમાં સત્તા મેળવવા બદલ અભિનંદન આપ્યા છે. આ પહેલાં ચીની રાજદૂત વાંગે બુધવારે પાકિસ્તાનના અફઘાનિસ્તાન સ્થિત રાજદૂત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ચીન અને પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં કઈ રીતે સહયોગ વધારી શકે તેના માટે હતી.એ પછી રાજદૂત વાંગે કંદહારમાં મુલ્લા બરાદર સાથે મુલાકાત કરી હતી. મુલ્લા બરાદર હાલમાં અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં સૌથી આગળ છે. ચીન અફઘાનિસ્તાનમાં રસ લઈ રહ્યું છે અને તેનો ડોળો અફઘાનિસ્તાનના ખરબો રુપિયાના ખનિજ ભંડાર પર હોવાનું મનાય છે.
આ સિવાય ચીન અહીંયા પોતાની બેલ્ટ એન્ડ રોડ યોજના પૂરી કરવા માટે પણ પ્રયત્નો કરી રહ્યું છે. ચીન પોતાની પ્રોડક્ટસની નિકાસ માટે અફઘાનિસ્તાનના માધ્યમથી મધ્ય એશિયાના દેશો સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યું છે.HS