ચીને ભારતની ઉત્તરી સીમામાં ૬૦ હજાર સૈનિક તહેનાત કર્યા : પોમ્પિયો
વોશિંગ્ટન: ભારત અને ચીનની વચ્ચે આ વર્ષ મે મહીનેથી જ સીમા પર તનાવ જારી છે આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે ચીને ભારતથી લાગેલ ઉત્તરી સીમા ઉપર ૬૦ હજાર સૈનિત તહેનાત કર્યા છે.પોમ્પિયોએ સીમા પર તનાવને લઇ ચીનના વ્યવહાર પર તેને ફટકાર લગાવી છે અને કહ્યું કે બીજીંગ કવાડ જેશો માટે ખતરો બનેલ છે.
હિંદ પ્રશાંત દેશઓના વિદેશ મંત્રીઓને કવાડ સમૂહના રૂપમાં માનવામાં આવે છે. કવાડ દેશોમાં ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. આ દેશોના વિદેશ મંત્રીઓએ જાપાનની રાજધાની ટોકયોમાં મુલાકાત કરી કોરોના વાયરસ મહામારી શરૂ થયા બાદ આ વિદેશ મંત્રીઓની પહેલી મુલાકાત હતી
ટોકયોમાં બીજી કવાડ બેઠકમાં ભાગ લીધા બાદ પોમ્પિયો અમેરિકા પરત ફર્યા હતાં અને ધ ગાઇ બેન્સન શોની એક મુલાકાતમાં પોમ્પિયોએ કહ્યું કે ભારતીય સેના ઉત્તરી સીમા પર ૬૦ હજાર ચીની જવાનોની તહેનાતીને જાેઇ રહી છે તેમણે કહ્યું કે કવાડ દેશોમાંથી દરેક એક દેશને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા ખતરાની આશંકા છે.
પોમ્પિયોએ કહ્યું કે ભારતનો હિમાલયમાં ચીની સેનાની સાથે આમનો સામનો થયો જયાં બંન્ને દેશઓની સેનૌઓ વચ્ચે અથડામણ પણ થઇ ચીને હવે ભારતની સાથે લગનારી સીમા પર મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવાનું શરૂ કરી દીધુ છે. ચીની સેના તરફથી ૬૦ હજાર જવાનોને સીમા પર તહેનાત કરાયા છે.