ચીને ભારતની સરહદ પર નજર રાખવા માટે નવા કમાન્ડરની નિમણૂક કરી
બીજીંગ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતની સાથે લાગનારી સરહદ પર નજર રાખનારી જનમુક્તિ સેનાની વેસ્ટર્ન થિયેટર કમાનના નવા કમાન્ડર જનરલ વાંગ હેઈજિયાંગને નિયુક્ત કર્યા છે.
સત્તાકીય મીડિયામાં આ જાણકારી આપવામાં આવી. ચીનની સરકારી વેબસાઈટની સત્તારૂઢ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને કેન્દ્રીય સૈન્ય આયોગના અધ્યક્ષ શી ને વાંગ તથા ચાર અન્ય સૈન્ય અધિકારીઓએ જનરલની રેન્ક પર બઢતી આપી છે. ચીનમાં સૈન્ય સેવામાં કાર્યરત અધિકારીઓ માટે જનરલ સર્વોચ્ચ રેન્ક હોય છે.
જનમુક્તિ સેના માટે સીમએસી સમગ્ર હાઈ કમાન છે. છેલ્લા મહિને પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે ગતિરોધ થયા બાદથી જનરલ વાંગ વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રમુખનુ પદ સંભાળનારા ચોથા કમાન્ડર છે. શિનજિયાંગ, તિબેટ સ્વાયત્ત પ્રદેશો અને ભારત સાથેની સરહદ આ આદેશ મોનીટરીંગ માટે જવાબદાર છે અને જાે કોઈપણ આદેશ પીએલએ હેઠળ સૌથી મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવે છે, તો તે વેસ્ટર્ન થિયેટર કમાન્ડ છે.
રાષ્ટ્રપતિ શી એ જુલાઈમાં જનરલ શ્યૂ ક્વિલિયાંગે વેસ્ટર્ન થિયેટર કમાનનો પ્રમુખ બનાવ્યો હતો. હવે તેમની નવી ભૂમિકા શુ હશે, આ વિશે કોઈ જાણકારી નથી. તેમના પહેલા આ જવાબદારી ગયા વર્ષે ડિસેમ્બરમાં જનરલ ઝાંગ શ્યૂદાંગને આપવામાં આવી હતી. જનરલ વાંગ ડિસેમ્બર ૨૦૧૯થી અત્યાર સુધી તિબ્બત સૈન્ય જિલ્લાના પ્રમુખ હતા.HS