Western Times News

Gujarati News

ચીને ભારતની સેના પર કરેલો અંધાધૂંધ ગોળીબાર

નવી દિલ્હી, પેંગોગ લેક નજીક ગઈકાલે મોડી સાંજે ચીનની સેનાએ ભારતીય જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ચીનની સૈનિકોએ કરેલા ગોળીબારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, અને સમગ્ર ઘટનાથી કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથ સિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાકેફ કરવામાં આવતા દિલ્હીમાં બેઠકો શરૂ થઈ ગઈ છે.

https://westerntimesnews.in/news/69625

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે છેલ્લા લગભગ ચાર મહીનાથી ચાલી રહેલ ગતિરોૅધની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે મોસ્કોમાં પોતાની ચીની સમકક્ષ જનરલ વી ફેંગેની મુલાકાત કરી હતી. આ બેઠક બાદ રક્ષા મંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે રક્ષા મંત્રીએ સંદેશ આપ્યો છે કે એલએસી પર શાંતિની પૂર્ણ બહાલી સુનિશ્ચિત કરવા માટે ભારત અને ચીનને કુટનીતિક અને સૈન્ય ચેનલોના માધ્યમથી પોતાની ચર્ચા જારી રાખવી જાેઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.