ચીને ભારતમાં કોરોના વેક્સીન બનાવતી કંપનીઓને નિશાન બનાવી છે
નવીદિલ્હી: પાડોશી દેશ ચીનનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવનાર આરોપી ચીને ભારતમાં કોરોના વેક્સીન બનાવતી કંપનીઓને નિશાન બનાવી છે. ચીન સરકાર સમર્થિક હેકર્સે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેનને વિક્ષેપિત કરવાન પ્રયાસ કર્યો હતો.
સાયબર ઇન્ટેલિજેન્સ ફર્મ સાયફર્માએ રોયટર્સને જણાવ્યું હતું કે, ચીન સરકાર સમર્થિત હેકર્સે તાજેતરના અઠવાડિયામાં સમયમાં ભારતીય વેક્સીન નિર્માતાઓની આઇટી સિસ્ટમને નિશાન બનાવી હતી. તમને જણાવી દઇએ કે, ભારત અને ચીન બંનેએ ઘણા દેશોને કોવિડ-૧૯ વેક્સીન વેચી અથવા ગિફ્ટમાં આપી છે. ભારતે અત્યારસુધીમાં દુનિયાભરમાં વેચાયેલી તમામ રસીઓમાં ૬૦ ટકાથી વધારે ઉત્પાદન કર્યું છે.
સિંગાપુર અને ટોક્યોમાં સ્થિત ગોલ્ડમેન સેક સાથે સંકળાયેલી કંપની સાયફર્મા અનુસાર, ચીન હેકિંગ ગ્રુપ એપીટી ૧૦ એ ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેન સોફટવેરની નબળાઈઓની ઓળખ કરી ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. આ ચીન હેકિંગ ગ્રુપને સ્ટોન પાન્ડાના નામથી પણ ઓળખવામાં આવે છે.
બ્રિટનની ગુપ્તચર એજન્સી એમઆઇ-૬ ના પૂર્વ ઉચ્ચ અધિકારી અને સાયફાર્માના સીઈઓ રિતેશે કહ્યું, તેનો મુખ્ય ઉદેશ્ય બૌદ્ધિક સંપત્તિમાં ઘુસણખોરી અને ભારતીય દવા કંપનીઓ પર બઢત હાંસલ કરવાની છે. એપીટી ૧૦ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને અસરકારક રીતે નિશાન બનાવી છે. તેમણે ઉમેર્યું, સીરમ કંપની ઘણા દેશો માટે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવી રહી છે અને ટૂંક સમયમાં મોટા પાયે નોવાવેક્સનું પણ ઉત્પાદન શરૂ કરશે. હેકર્સે સીરમના ઘણા નબળા સર્વરો મળ્યા છે જે ખુબ જ ચિંતાજનક છે.