Western Times News

Gujarati News

ચીને વાયુ પ્રદુષણની વિરૂધ્ધ જંગ જીતીઃ દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવતા હતાં

બીજીંગ, પ્રદુષણના મામલામાં કયારેક ચીનની સ્થિતિ ભારત જેવી જ હતી માત્ર સાત વર્ષ પહેલા ચીનના ૯૦ ટકા શહેરોમાં પ્રદુષણનું સ્તર માનકોથી વધુ હતું આથી દર વર્ષે લાખો લોકોના મૃત્યુ થતા હતાં પરંતુ ચીને તેના માટે યોજનાબધ્ધ રીતે પગલા ઉઠાવ્યા અને આજે તેમના શહેરોની વાયુ ગુણવત્તા ખુબ હદ સુધી સુધરી છે. ભારત દ્વારા અત્યાર સુધી ઉઠાવવામાં આવેલા પગલા યોગ્ય સાબિત થયા નહીં.

૨૦૧૩માં વિશ્વના સૌથી પ્રદુષિત શહેરોમાં ચીનના શહેરો સૌથી ઉપર હતાં ચીનની દુનિયાભરમાં ટીકા થતી હતી.બીજીગના લોકોની માસ્ક લગાવેલી તસવીરા ે દુનિયાભરમાં પ્રકાશિત થતી હતી પરંતુ ચીનની સરકારે ૨૦૧૩માં નેશનલ એર કવાલિટી એકશન યોજના બનાવી અને પ્રદુષણ પર ખુબ હદ સુધી નિયંત્રણ મેળવવામાં સફળતા હાંસલ કરી. દેશનું પાટનગર બીજીંગ સૌથી વધુ પ્રદુષિત શહેર હતું ચીને તેના પર વધુ ધ્યાન આપ્યું અહીં અને તેની આસપાસ સ્થાપિત કારખાનાઓમાં તાળા લગાવી દીધી સ્ટીલ અને એલ્યુમિનિયમના કારખાનાઓમાં ઉત્પાદન ઓછી કરી દીધુ વર્ષ ૨૦૧૪માં પ્રદુષણ ફેલાવતા લાખો વાહનોને માર્ગ પરથી હટાવી દીધા રેડ લાઇન વિસ્તાર જાહેર કરી તમામ વન અથવા હરિત વિસ્તારની આસપાસ નિર્માણ કાર્ય પર પુરી રીતે રોક લગાવી દીધી અને કોલસાની જગ્યાએ અક્ષય ઉર્જા પર વિશેષ ધ્યાન આપ્યું. ચીનનો દાવો છે કે તે પોતાના મુખ્ય શહેરોમાં વર્ષ ૨૦૨૦ સુધી વાયુ પ્રદુષણના સ્તરને ૬૦ ટકા ઓછું કરી લેશે.

ગ્રીનપીસ એર વિજુએલ રિપોર્ટ અનુસાર આજે દુનિયાના સૌથી પ્રદુષિત ૩૦ શહેરોમાં ૨૨ ભારતના છે. ભારતમાં પ્રદુષણને લઇ ન તો કોઇ પુર્વાનુમાન કરાય છે અને ન તો પહેલાથી નિવારક ઉપાયો પર કામ શરૂ કરવામાં આવે છે. પર્યાવરણ પ્રદુષણ પ્રાધિકરણે પ્રદુષણને લઇ ૨૭ સપ્ટેમ્બરે જ બેઠકોનો સિલસિલો ચાલુ કરી દીધો હતો. ચાર બેઠકો થઇ ત્યારે પરલીને લઇ દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા પંજાબ હરિયાણાના કિસાન દર વર્ષે ઓકટોબર નવેમ્બર મહીનામાં પરાલી સળગાવે છે પરંતુ આમ છતા ઓકટોબરના અંત સુધી નિર્દેશ જારી થઇ શકયા નહાં ચીનમાં પ્રદુષણના પૂર્વાનુમાન હેઠળ જ ઓડ ઇવેન અને કર્મચારીઓના વર્કિગ શિફટને લઇ એડવાઇઝરી જારી કરી દેવામાં આવે છે ભારતમાં આવુ ત્યારે થાય છે જયારે પ્રદુષણ ગંભીર સ્તર પર પહોંચી જાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.