ચીને સરહદ પર ૬૨૪ ગામડા વસાવ્યા, ભારતની પણ તૈયારી
બિજિંગ, ભારતની સાથે સરહદ વિવાદમાં વધારો કરવા માટે ચીને એક નવી ચાલ ચાલી છે, જેમાં તેણે સરહદ પાસે ૬૨૪ ગામડા વસાવવાનું કામ પૂર્ણ કર્યું છે. ચીને હિમાલયમાં નવા ગામોનું નિર્માણ કર્યું છે જે વિવાદિત સરહદની અંદર કે પછી કબજાે કરેલી જગ્યામાં બનાવ્યા છે. ચીને આ ગામડાઓનું નિર્માણ વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના આદેશ સાથે શરુ કર્યા હતા. ચીનેની સરકારે પોતાના દસ્તાવેજાેમાં ખુલાસો કર્યો હતો કે કુલ ૬૨૪ ગામડા બનાવવાના છે.
સંરક્ષણ એક્સપર્ટ બ્રહ્મા ચેલાનીએ ચીનની સરકારી વેબસાઈટ તિબ્બત ડોટ સીએનને ટાંકીને જણાવ્યું કે ચીનની સરકાર વર્ષ ૨૦૨૧માં આ ગામોના નિર્માણનું કામ પૂર્ણ કર્યું છે. ચેલાનીએ કહ્યું કે ભારત ચૂંટણી અને ઘરેલુ રાજકારણમાં વ્યસ્ત છે. જ્યારે ચીન ચાલાકીથી ભારત પાસેની સરહદ પર ૬૨૪ ગામડા નિર્માણ કરવાનું કામ પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૭માં ચીનના રાષ્ટ્રપ્રમુખે તિબેટના પ્રાણીઓ ચરાવતા લોકોને અહી વસવાટ કરાવવાનો આદેશ આપ્યો હતો. આ પછી આ ગામોને બનાવવાની કામગીરી ઝડપી કરાઈ હતી.
ચીને દાવો કર્યો છે કે તિબેટ સ્વાયત્ત વિસ્તારમાં બનાવાયેલા ૬૨૪ ગામોમાં વીજળી, ઈન્ટરનેટ, પાણી અને મજબૂત રસ્તા બનાવાયા છે. જેના ખાવાનું, કપડા, ઘર અને ટ્રાન્સપોર્ટની સુવિધા ઘણી સારી બની ગઈ છે. ચીને દાવો કર્યો છે કે આ વિસ્તારમાં સમૃદ્ધિ, સ્થિરતા, જાતીય એકતા અને પ્રગતિ આવી છે.
વેબસાઈટે એક ગ્રામીણને ટાંકીને કહ્યું છે કે, “હવે અમારી પાસે વીજળી પહોંચી ગઈ છે, તમામ ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ અમે કરી રહ્યા છીએ. જીવન હવે ઘણું જ સરળ બની ગયું છે.” આ ગામોને પાવર ગ્રીડ સાથે જાેડવામાં આવ્યા છે કે જેથી વીજળીની સમસ્યાનું સમાધાન લાવી શકાય.
ચીને આ વિસ્તારમાં સારા મકાન અને હોસ્પિટલ પણ બનાવ્યા છે. આ સાથે અહીં રહેતા લોકો પૈસા કમાઈ શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં બનતી વસ્તુઓને ચીનના મોટા શહેરોમાં મોકલવામાં આવી રહી છે. અહીની જરુરિયાતોના હિસાબે ઉદ્યોગ પણ લગાવવામાં આવી રહ્યા છે.
ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવને જાેતા સામાન્ય લોકો આ ગામોમાં રહેવા આવતા ડરી રહ્યા છે, પરંતુ ચીન આ લોકોને વિવિધ લાલચો આપીને ફસાવવાની કોશિશ કરી રહ્યું છે. થોડા સમય પહેલા અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને અરુણાચલ પ્રદેશમાં ભારત સાથે જાેડાયેલી સરહદ પાસે ગામનું નિર્માણ કર્યું છે.
આ ગામોમાં લોકોને વસાવવા માટે દલાલોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ભાજપના સાંસદ તાપિર ગાઓએ પણ કહ્યું કે ચીને આપણા વિસ્તારો પર કબજાે કરી લીધો છે. તેમણે કહ્યું કે ૧૦૦ કરતા વધારે ઘણોનું નિર્માણ કરવા પાછળ બેજિંગ છે, જે અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લામાં ત્સારી ચૂ નદીના તટ પર દેખાયા છે.
ભારતના લદ્દાખ સરહદ વિસ્તારમાં એક ધારાસભ્ય કોંચોક સ્ટેનજિને કહ્યું કે ચીન સ્થાનિક લોકોને વધારે સારી સુવિધા આપીને લલચાવી રહ્યું છે, જેથી વિવાદિત સરહદ પર રહેવા માટે લોકો અહીં આવે, અને વસ્તીનું નિર્માણ કરી શકાય.
ચીનના જવાબમાં ભારતે પણ અરુણાચલ પ્રદેશથી લઈને અન્ય ભાગોમાં ગામ વસાવવાના શરુ કર્યા છે. ભારતે કહ્યું કે સરહદી વિસ્તારમાં ગામ ઓછી વસ્તી, ઓછા સંપર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે વિકાસથી વંચિત રહી જાય છે. ઉત્તરની સરહદ પર આવા ગામોને વાઈબ્રન્ટ ગામ કાર્યક્રમ હેઠળ કવર કરાઈ રહ્યા છે. આ ગતિવિધિઓમાં ગામના પ્રાથમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઘર, પ્રવાસન કેન્દ્ર, રસ્તા, સંપર્ક, દૂરદર્શન અને શૈક્ષણિક ચેનલો સીધી ઘરે પહોંચે તે માટેની કામગીરી કરાઈ રહી છે.SSS