ચીને સરહદ પર KD-૬૩ ક્રૂઝ મિસાઈલ ગોઠવી દીધી
બેલાસોર કાંઠેથી છોડવામાં આવેલ આ પૃથ્વી બે મિસાઇલે તમામ લક્ષ્યોને ભેદયા જે પરીક્ષણ માટે પસંદ કરાયા હતા
નવી દિલ્હી, ભારતે પરમાણુ ક્ષમતા ધરાવતી પૃથ્વી-૨ બેલિસ્ટિક મિસાઇલનું ફરી એકવાર સફળતાપૂર્વક પરીક્ષણ કરીને દોઢી નજર રાખનાર પાડોશીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે. સંભવતઃ બની શકે કે ચીન માટે આ સંદેશ છે કે જેણે તાજેતરમાં ડોકલામમાં પરમાણુ બોમ્બર તૈનાત કરી દીધા. ઓડિશાના બાલાસોર કાંઠેથી છોડવામાં આવેલ આ પૃથ્વી ૨ મિસાઇલે તમામ લક્ષ્યોને ભેદયા જે પરીક્ષણ માટે પસંદ કરાયા હતા. આ જમીનથી જમીન પર પ્રહાર કરનાર આ મિસાઇલ પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. લગભગ અડધો ટન વજનવાળા પરમાણુ બોમ્બ વહન કરવામાં સક્ષમ મિસાઇલ ૧૫૦ થી ૬૦૦ કિ.મી. સુધી પ્રહાર કરી શકે છે.
પૃથ્વી સીરીઝની ત્રણ મિસાઇલો છે- પૃથ્વી ૧,૨ અને ૩ તેની મારકક્ષમતા અનુક્રમે ૧૫૦ કિમી, ૩૫૦ કિમી અને ૬૦૦ કિ.મી. સુધીની છે. ચાંદીપુર ખાતેના ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ સેન્ટરથી અત્યાધુનિક મિસાઇલ પૃથ્વી ૨ને અંધારામાં છોડવામાં આવી. આથી તે ૩૫૦ કિ.મી. સુધીની રેન્જમાં લક્ષ્યોને બ્લાસ્ટ કરી શકે છે. ખાસ વાત એ છે કે પૃથ્વી શ્રેણીની મિસાઇલોને ભારતીય વાયુ સેના અને નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લદાખમાં હજારો સૈનિકોને તૈનાત કરનાર ચીન હવે ભારતના પૂર્વ ભાગમાં તણાવનો નવો મોરચો ખોલી રહ્યું છે. ચીને ભૂતાનને અડીને આવેલા ડોકલામની પાસે એચ -૬ પરમાણુ બોમ્બર અને ક્રૂઝ મિસાઇલને તૈનાત કરી છે.
ચીન આ વિનાશકારી હથિયારોની તૈનાતી પોતાના ગોલમૂડ એરબેઝ પર કરી રહ્યું છે. આ એરબેસ ભારતીય સરહદથી માત્ર ૧,૧૫૦ કિમી દૂર છે. અગાઉ ચીને આ જીવલેણ બોમ્બરને અક્સાઇ ચીનના કાશગર એરબેઝ પર તૈનાત કરી હતી. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ ડેટ્રેસ્ફા દ્વારા રજૂ કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં આ બોમ્બરની સાથે કેડી-૬૩ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ પણ જોવા મળી રહી છે. આ મિસાઇલની મારકક્ષમતા લગભગ ૨૦૦ કિ.મી. જોકે પૃથ્વી ૨ મિસાઇલની ક્ષમતા ૩૫૦ કિ.મી. સુધીની રેન્જમાં ઘણા લક્ષ્યો સાધવાની છે. ચીની એચ-૬ બોમ્બર લાંબા અંતરના લક્ષ્યોને ટાર્ગેટ કરીને નિશાન બનાવા માટે ડિઝાઇન કરાઇ છે. આ વિમાન પરમાણુ હુમલા કરવામાં પણ સક્ષમ છે.SSS