ચીને હવે તિબેટ સરહદ પાસે ૨૦ કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો

કિન્નોર, રિકોન્ગપિઓ (કિન્નોર) ગલવાન વેલીમાં ભારતીય જવાનોની સાથે હિંસક ઝડપ પછી જ્યાં હજુ સુધી ભારત અને ચીન વચ્ચે ગતિરોધ અને તણાવપૂર્ણ સ્થિતિ ચાલુ છે ત્યાં જ ચીને હવે એક નવી ચાલ ચાલી છે. ચીને હવે હિમાચલના કિન્નૌર જિલ્લાની સીમાની પાસે આવેલી પોતાના તિબ્બત વિસ્તારમાં રોડ નિર્માણનું કાર્ય શરૂ કર્યું છે. ચીને અહીં ૨૦ કિમી સુધી રોડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કિન્નોરમાં તિબ્બતથી ૧૨૦ કિમી બોર્ડર એરિયા છે. આંતરરાષ્ટ્રીય સીમાથી જાેડાયેલા મામલો હોવાના કારણે પ્રશાસન અને સુરક્ષા પ્રશાસન અને સુરક્ષાબળોના અધિકારીઓ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી મળી રહી.
ચીનની સીમા પાસે આવેલા કિન્નો જિલ્લા મોરંગ ઘાટી ક્ષેત્રના કુુનુ ચાંગથી આ આગળના કુલ્લા પાસે પણ એક વધુ રોડ બનાવવાનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. બે કિલોમીટરના નો મેન્સ લેન્ડ ક્ષેત્રમાં ચીન દ્વારા રોડ નિર્માણ કરવાની આશંકા છે.
હાલમાં જ ચારંગ ગામમાં ૯ સ દસ્યી દળ ૧૬ ઘોડા અને ૫ પોર્ટર અને અર્ધસૈનિક બળોની સાથે ગામની લગભગ ૨૨ કિલોમીટર ઉપર બોર્ડરની તરફ ગયા હતા. જ્યારે તેમણે તિબ્બત ક્ષેત્રની નજર દોડાવી તો તે આશ્ચર્યચક્તિ થઇ ગયા કારણ કે બે મહિનામાં ચીને ઝડપથી અહીં ૨૦ કિલોમીટર રસ્તો બનાવી દીધો જે ભારત તિબ્બત સીમાની તરફ છે.