Western Times News

Gujarati News

ચીને હિમાચલ સરહદ ઉપર ૨૦ કિમી લાંબો રોડ બનાવ્યો

Jonathan Bartlett illustration for Foreign Policy

હિમાચલના મોરંગ ક્ષેત્રના કુન્નૂ ચારંગના લોકોનો દાવો-ચીન સ્થિતિનો લાભ લઇ રાત્રિના અંધારામાં તેજ ગતિથી ખેમકુલ્લા પાસની તરફ રોડ નિર્માણનું કામ કરી રહ્યું છે
નવી દિલ્હી,  લદાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(એલએસી) પર ચીન સાથેની હિંસક અથડામણ સર્જાઈ હતી. ત્યારબાદથી તણાવ ઓછો કરવાની કોશિશની વચ્ચે હવે ચીને હિમાચલપ્રદેશને અડીને આવેલી સરહદ રોડ નિર્માણ કરવાની કામગારી હાથ ધરી છે. હિમાચલપ્રદેશના કિન્નૌર જિલ્લાના કુન્નુ ચારંગ સરહદ પરનું છેલ્લું ગામ છે.

કુન્નુ ચારંગના ગામના લોકોએ ચીની ક્ષેત્રમાં કર્યા બાદ આ દાવો કર્યો છે કે છેલ્લા બે મહીનામાં ચીને સરહદની નજીક ૨૦ કિલોમીટર લાંબી રોડ બનાવી લીધી છે. મોરંગ ખીણ ક્ષેત્રના છેલ્લા ગામ કુન્નૂ ચારંગના ગામના લોકોએ દાવો કર્યો છે કે ચીન રાત્રિના અંધારામાં તેજ ગતિથી ખેમકુલ્લા પાસની તરફ રોડ નિર્માણનું કામ કરી રહ્યું છે. ચીનની તરફથી રાતના સમયે ડ્રોન પણ આવી રહ્યા છે.

લોકોએ ચીન તરફથી બનાવવામાં આવી રહેલી રોડ નો મેન્સ લેન્ડમાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે, કિન્નૌર જિલ્લાના પોલીસ વડા સાજૂ રામ રાણાએ સરહદી ગામોમાં ડ્રોન આવવાની પુષ્ટિ કરી છે. રોડ નિર્માણને લઈને તેમણે કહ્યું કે આટલી લાંબો રોડ ઓછા સમયમાં બની શકે નહીં. જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે ગામના લોકોએ આ સંબંધમાં માહિતી આપી છે. ભારતીય સરહદી ક્ષેત્રમાં એવું કશુંય થઈ રહ્યું નથી. ગભરાવવાની જરુરત નથી. જ્યારે, કુન્નુ ચાંરગ ગામના સરપંચે કહ્યું કે કેટલાક ગ્રામીણ ખેમાકુલ્લા પાસ ગયા હતા અને રેકી કર્યા બાદ સરહદ પર રોડ નિર્માણની કામગીરી થઈ રહી હોવાની માહિતી આપી છે.

તેમણે કહ્યું કે આટલી લાંબી રોડ રાતોરાત બની શકે નહીં. આ નિર્માણ કેટલાય મહિનાથી થઈ રહ્યું છે. ગામના સરપંચે આ બાબતને લઈને સુરક્ષા એજન્સીઓની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા છે. કુન્નૂ ચારંગ ગામ ચીન સરહદને અડીને આવેલું છે. અહીંયા સુધી કે પહોંચવા માટે સારા રોડ-રસ્તા પણ નથી. ગ્રામીણ લોકો પાસે મોબાઈલ ફોન તો છે,પરંતુ કનેક્ટિવીટી નહીં હોવાના કારણે કયાંય વાત કરવી હોય તો ૧૪ કિલોમીટર દૂર જવું પડે છે.

સૂત્રોના કહેવા અનુસાર આ ગામના ૯ લોકોની ટીમ ૧૬ ખચ્ચરો અને પાંચ પોર્ટરની સાથેની સાથે ૨૨ કિલોમીટર દૂર સરહદ તરફ ગઈ હતી, આ દળની સાથે ચીન સરહદ પર સુરક્ષા માટે સક્રિય ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસના કેટલાક જવાનો પણ હતા. ખેમકુલ્લા પાસ પહોંચીને આ દળે જ્યારે તિબટ તરફ નજર કરી તો આંખ પહોળી થઈ ગઈ હતી. ચીને બે મહિનામાં લગભગ ૨૦ કિલોમીટર રોડ નિર્ણામ કરી લીધો છે.

આ ટીમના સભ્યોએ જણાવ્યું કે ગત ઓક્ટોબર સુધી તિબેટના છેલ્લા ગામ તાંગો સુધી જ રોડ હતી,પરંતુ બરફ હટતાં જ છેલ્લા બે મહિનામાં સરહદની તરફ ૨૦ કિલોમીટર લાંબી રોડ બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન ભારતીય સહહદને અડીને આવેલા પોતાના વિસ્તારોમાં છુપી રીત રોડ સહિતના નિર્માણ કાર્ય સતત કરતું રહ્યું છે, જેના કારણે ભારતની ચિંતા વધી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.