ચીન અને નેપાળ બાદ હવે ભૂતાને વધારી ભારતની ચિંતામાં વધારો કર્યા
ગુવાહાટી: હાલના દિવસોમાં ભારત પોતાના પાડોશી દેશો સામે જજૂમી રહ્યું છે, પછી તે નેપાળ હોય કે પાકિસ્તાન કે પછી ચીન કે બાંગ્લાદેશ. જા કે હવે વધુ એક પાડોશી દેશે ભારતની ચિંતા વધારી દીધી છે. વાસ્તવમાં પાડોશી દેશ ભૂતાને અસમના બક્સા જિલ્લામાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી રોકી રાખ્યું છે.
બક્સા જિલ્લાના ૨૬થી વધુ ગામના અંદાજે ૬૦૦૦ ખેડૂતો સિંચાઈ માટે ડોંગ પરિયોજના પર નિર્ભર છે. વર્ષ ૧૯૫૩ બાદ ખેડૂતો સિંચાઈ માટે ભૂતાનની નદીઓના પાણીનો ઉપયોગ કરતાં આવ્યા છે. જા કે હવે ભૂતાન તરફથી અચાનક પાણી રોકી દેવામાં આવતા ભારતીય ખેડૂતોમાં આક્રોશ જાવા મળી રહ્યો છે.
છેલ્લા ૨-૩ દિવસથી બક્સાના ખેડૂતો ભૂતાનના આ પગલા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માંગ છે કે, કેન્દ્ર સરકાર ભૂતાનની સરકાર સામે આ મુદ્દો ઉઠાવે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે.
એક તરફ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ બાદ ભારત અને ચીનના સબંધોમાં તનાવ જાવા મળી રહ્યો છે. બીજી તરફ નેપાણ પણ ભારત સાથે સરહદ વિવાદને લઈને આક્રમક છે. ભારતના વિરોધ છતાં હાલમાં જ નેપાણે નવો નક્શો રજૂ કર્યો, જેમાં ભારતના ત્રણ વિસ્તારોને પોતાના ગણાવ્યા છે.
આ સિવાય નેપાળની સરકારે વધુ એક નિર્ણય એવો કર્યો, જેનાથી ભારતીયો સાથે તેના સબંધોને નુકશાન થશે. નેપાળે પોતાના નાગરિક્તા કાયદા અંતર્ગત નેપાળી પુરૂષ સાથે લગ્ન કરનારી કોઈપણ વિદેશ મહિલાને ૭ વર્ષ બાદ નાગરિક્તા આપવાની જાગાવાઈ રહી છે.ે