ચીન અને પાકિસ્તાનને સબક આપવા માટે ભારતે તેના સુરક્ષા કાફલાને મજબૂત કર્યો

વિશાખાપટ્ટનમ, ભારતને અત્યારે પડોશી દેશોનો વધારે ભય રહે છે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સતત ભારતના કામમાં આડખીલીરૂપ બનતા હોય છે. હવે ભારતે આ બંને દેશોમાં તણાવ વધારી દીધું છે.
કાયમ સરહદી વિસ્તારોમાં છમકલાં કરનારા ચીન અને પાકિસ્તાનને સબક આપવા માટે ભારતે તેના સુરક્ષા કાફલાને મજબૂત બનાવતા, ભારતીય નૌકાદળે શુક્રવારે સમુદ્રમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમથી પરીક્ષણ કર્યું હતું.
બ્રહ્મોસ એ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજાેની મુખ્ય શસ્ત્ર પ્રણાલી છે અને લગભગ તમામ પ્લેટફોર્મ પર તૈનાત છે. તે જ સમયે,આઇએનએસ વિશાખાપટ્ટનમ એ ભારતીય નૌકાદળનું નવીનતમ યુદ્ધ જહાજ છે જેને તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે.
આની એક અંડરવોટર વેરિઅન્ટ પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ માત્ર ભારતની સબમરીન જ નહીં, પરંતુ મિત્ર દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાેઈ શકાય છે કે કેવી રીતે સમુદ્રમાં યુદ્ધ જહાજ પરથી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ વિશાખાપટ્ટનમે પશ્ચિમી તટ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. ૨૧ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુમાં ભાગ લેવા માટે યુદ્ધ જહાજને વિશાખાપટ્ટનમ લાવવામાં આવ્યું છે.
નેવી ૨૧ ફેબ્રુઆરીના રોજ વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુ કરશે. જેમાં ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. એ પછીથી દ્વિવાર્ષિક બહુપક્ષીય નૌકા કવાયત મિલન અભ્યાસ હશે. તેમાં ભાગ લેવા માટે ૪૫ થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બ્રહ્મોસ મિસાઈલની વિશેષતાની વાત કરીએ તો તે ૪૦૦ કિમી સુધીના લક્ષ્યને મારવામાં સક્ષમ છે. તેને ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવ્યું છે.HS