Western Times News

Gujarati News

ચીન અને પાકિસ્તાન આપણી વિરૂધ્ધ કાવતરૂ રચી રહ્યાં છે: બીએસએફના પ્રમુખ

રાજાૈરી, જમ્મુના ત્રણ દિવસની યાત્રાના અંતિમ દિવસે સીમા સુરક્ષા દળ( બીએસએફ)ના મહાનિર્દેશક રાકેશ અસ્થાનાએ રાજાૈરી અને પુંછ સેકટરમાં નિયંત્રણ રેખા (એલઓસી)નો પ્રવાસ કર્યો તેમણે દળના સીમા રક્ષાની અગ્રિમ પંક્તિમાં ઉભા રહેવાની વાત દોહરાવતા કહ્યું કે ચીન અને પાકિસ્તાન આપણી વિરૂધ્ધ યોજના બનાવી રહી છે. સેનાની પાસે ૭૪૪ કિલોમીટર લાંબી એલઓસીની પરિચાલન કમાન છું પરંતુ બીએસએફને સેનાની સહાયતા માટે તહેનાત કરવામાં આવ્યા છે રિપોર્ટ અનુસાર એક સત્તાવાર પ્રવકતાએ કહ્યું કે બીએસએફના મહાનિર્દેશક રાકેશ અસ્થાનાએ પુંછ અને રાજાૈરી સેકટરમાં વિવિધ રક્ષા સ્થાનોનો પ્રવાસ કર્યો અને સ્થિતિની સમીક્ષા કરી તેમની સાથે એસ એસ પવાર એજીડી અને બીએસએફના આઇજી જમ્મુ ફ્રંટિયર એનએસ જામવાલ હતાં.

ઓપરેશનલ તૈયારીઓ અને સ્થિતિની બાબતમાં ડીજીને ડીઆઇજી રાજાૈરી સિંહ અને એલઓસીના ફિલ્ડ કમાંડરોએ માહિતી આપી વર્ચસ્વ બનાવી રાખતા સૈનિકો દ્વારા અપનાવવામાં આવેલા ઉપાયોની પ્રશંસા કરતા મહાનિર્દેશકે સુરક્ષા પડકારોને વધુ પ્રભાવી રીતે પુરૂ કરવા પર ભાર મુકયો. તમામ સુરક્ષા દળોની વચ્ચે યોગ્ય તાલમેલને જાેતા મહાનિદેશ કે તમામ રેંકોના અનુશાસન અને વ્યવસાયિકતાના ઉચ્ચ સ્તરને બનાવી રાખવાનું કહ્યું તેમણે જમ્મુમાં બીએસએફ પલૌરા કેમ્પ સૈનિક સંમેલનને પણ સંબોધિત કર્યું આ દરમિયાન તેમણે કહ્યું કે જાે કે પાકિસ્તાન અને ચીન ભારતની વિરૂધ્ધ યોજના બનાવી રહ્યાં છે આવામાં સીમાઓની સુરક્ષા માટે બીએસએફની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ થઇ ગઇ છે.

પ્રવકતા ડીજીના હવાલા પરથી કહ્યું કે આ તમામ માટે ખુબ મહત્વપૂર્ણ સમય છે કારણ કે અમારી બંન્ને પડોસી દેશ અમારી વિરૂધ્ધ યોજના બનાવી રહ્યાં છે આથી આપણી ભૂમિકા હવે વધુ મહત્વપૂર્ણ થઇ ગઇ છે કારણ કે અમે ભારતીય રક્ષાની પહેલી પંક્તિ છીએ તેમણે બીએસએફ જવાનોની પ્રશંસા કરી જે વિષય પરિસ્થિતિઓમાં પણ ચોવીસ કલાક દેશની સીમાની રક્ષા કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.