ચીન અને પાક.ની તમામ સરહદો પર સેના “એલર્ટ”
મોડી રાત્રે વડાપ્રધાન, રક્ષામંત્રી, ગૃહમંત્રીની વચ્ચે બેઠકોઃ સેનાની ત્રણેય પાંખના વડા ઉપÂસ્થત
નવી દિલ્હી: લદ્દાખલમાં સોમવારે રાત્રે ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા લોહિયાળ જંગમાં ભારતના ર૦ જવાનો શહિદ થયા હતા. તો સામે પક્ષે ભારતે જડબાતોડ જવાબ આપતા ચીનના લગભગ ૪૩ જવાનો માર્યા ગયા હતા ચીનના સૈનિકોએ ગદ્દારી કરીને ભારતીય સેના પર હુમલો કર્યો હતો એક તરફ શાંતિની મત્રણા કમાન્ડર સ્તરે ચાલી રહી છે.
ત્યારે ચીનના આ પગલાથી ભારત-ચીન વચ્ચે તણાવભરી સ્થિતિનું એલ.એ.સી પર નિર્માણ થયુ છે. ભારતે ચીન અને પાકિસ્તાન સાથેની તમામ સરહદો પર જવાનોને એલર્ટ કરી દીધા છે અને વધારાની ટુકડીઓ મોકલવામાં આવી રહી છે કોઈપણ પરિÂસ્થતિને પહોંચી વળવા સેનાને સજ્જ રહેવા જણાવાયુ છે ચીન સાથેની ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ લદ્દાખલની સરહદે આઈ.ટી.બી.પીના જવાનોને સતર્ક કરી દેવાયા છે આ ઉપરાંત પાકિસ્તાન સામે પણ ભારતીય જવાનોએ મોરચો સંભાળી લીધો છ.
ચીન કોઈપણ અવડચંડાઈ કરશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. સોમવારે ચીનના સૈનિકોએ ભારતના જવાનો પર હુમલો કર્યો હતો જેમાં ચીનના સૈનિકો શેડ, પથ્થરો કાંટીલાતાર સાથે આવ્યા હતા ચીનના પ૦૦ જેટલા સૈનિકો અચાનક ધસી આવ્યા હતા અને ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. આ તબક્કે ભારતીય જવાનોની સંખ્યા ઓછી હતી પરંતુ જવાનોએ ચીની સૈનિકોની ટક્કર લીધી હતી જાકે ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના જવાનો ઘાયલ થયા હતા જેમાંથી ઘવાયેલા જવાનોનું મૃત્યુ થતા રાત્રીના આંકડો ર૦ સુધી પહોંચ્યો હતો.
ભારતના જવાનોએ ચીની સેનાને પોતાની શક્તિનો પરચો આપીને તેમને ખદેડયા હતા સંઘર્ષમાં ચીનના ૪૩ સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો. ભારતીય સેનાના જવાનો પોતાની ભૂમિ પરથી એક ઈંચ ખસ્યા ન હતા માભોમની રક્ષા કાજે તેમણે પોતાનો જીવ આપી દીધો હતો. ત્યારબાદ અન્ય સૈનિકો આવી પહોંચતા ચીનના સૈનિકોને મુંહતોડ જવાબ અપાયો હતો. ચીનના સૈનિકોને ખદેડી મુકવામાં આવ્યા હતા. ચીનના સૈનિકોના મૃતદેહ લેવા માટે રાત્રે ચીની હલિકોપ્ટરો આવી પહોંચ્યા હતા.
લદ્દાખમાં ચીન- ભારતીય સેના વચ્ચે થયેલા હિંસક ઘર્ષણના અહેવાલ મળતા અને તેમાં ભારતીય જવાનોની શહાદતના અહેવાલ મળતા જ દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથસિંહે સી.ડી.એસ (ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ) સેનાની ત્રણેય પાંખના વડાઓની તાબડતોડ બેઠક બોલાવી હતી ત્યારપછી રક્ષામંત્રીએ વડાપ્રધાન સાથે બપોરના સમયે ચર્ચા કરી હતી. બીજી તરફ વડાપ્રધાને રાત્રે તબક્કાવાર બેઠકો બોલાવી હતી.
જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સેનાના વડાઓ, એન.એસ.એના અધિકારીઓ ઉપÂસ્થત રહયા હતા. છેલ્લે રાત્રે વડાપ્રધાન અને ગૃહમંત્રી વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. તો કેબીનેટ ઓન સિકયુરીટીમાં રહેલા સિલેકટેડ મીનીસ્ટર્સ ગ્રુપ સાથે પણ બેઠક યોજાઈ હતી.
દિલ્હીમાં મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો ચીન સામે આગામી દિવસોમાં કેવી વ્યુહરચના અપનાવવી તે અંગે બેઠકમાં ચર્ચાઓ થઈ હતી તો સેના અધ્યક્ષ નરવણે તેમની તમામ મુલાકાતો રદ કરીને દિલ્હીમાં રોકાઈ ગયા હતા. લદ્દાખ સરહદે હાલમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે ભારતે ચીન અને પાકિસ્તાન સાથેની તમામ સરહદો પર જવાનોને એલર્ટ કરી દીધા છે તો ચીન સરહદે ગોઠવાયેલ સુખોઈ વિમાનોની સ્કવોડ્રોનના જવાનોને સતર્ક કરી દેવાયા છે. ચીન તરફથી કોઈપણ પ્રકારની કાર્યવાહી થાય તો વાયુદળ તેનો મક્કમતાપૂર્વક જવાબ આપશે. ગઈકાલે રાત્રે ચીનના હેલિકોપ્ટરો જાવા મળતા વાયુદળના જવાનો એલર્ટ થઈ ગયા હતા
જાકે ચીનના હેલિકોપ્ટરો તેમના જવાનોના મૃતદેહને લેવા આવ્યા હતા તેમ છતાં ચીન સાથેની તમામ સરહદો અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ સહિતના વિસ્તારોમાં આઈ.ટી.બી.પીના જવાનોને સાવધ કરાયા છે. સાથે સાથે જવાનોની સંખ્યા વધારી દેવાઈ છે. સોમવારે લગભગ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ચીનના સૈનિકો અને ભારતીય જવાનો વચ્ચે ઝડપ થઈ હતી. સામાન્ય રીતે ચીન- ભારત સરહદ પર ૧૯૭પ પછી આ પ્રકારની કોઈ ઘટના ઘટી નથી. ૧૯૬રમાં ચીન સાથેના યુધ્ધમાં સીમા પર ખુવારી થઈ હતી. છેલ્લે ૧૯૭પમાં ચીનના હુમલામાં ભારતીય જવાનો શહીદ થયા હતા. તે સમયે અરૂણાચલ પ્રદેશમાં ચીને ઘાત લગાવીને હુમલો કર્યો હતો.