ચીન અને રશિયાની જેમ જર્મની તાલિબાનના પડખે બેસી ગયું?

કાબુલ, તાલિબાને મોટો દાવો કર્યો છે. તાલિબાને કહ્યું કે જર્મની તેને માનવીય આધાર પર આર્થિક મદદ આપવા માટે તૈયાર છે. તાલિબાનનું કહેવું છે કે તેના ટોચના નેતાઓ અને અફઘાનિસ્તાનમાં જર્મન રાજદૂત વચ્ચે થયેલી મુલાકાતમાં આ અંગે સહમતિ બની છે. આતંકી સંગઠને કહ્યું કે જર્મની અફઘાનિસ્તાનને અપાનારી સેકડો મિલિયન યુરોની માનવીય સહાયતા ચાલુ રાખશે અને એટલું જ નહીં તેમાં વધારો પણ કરશે. તાલિબાનના એક અધિકારીએ નિવેદન બહાર પાડીને કહ્યું કે ૧૯ ઓગસ્ટના રોજ તાલિબાનના ટોચના નેતાઓમાંથી એક શેર મોહમ્મદ અબ્બાસએ અફઘાનિસ્તાનમાં જર્મન રાજદૂત માર્ક્સ પોએટ્ઝલ સાથે મુલાકાત કરી. બેઠકમાં જર્મન રાજદૂતે વચન આપ્યું કે જર્મની અફઘાનિસ્તાનને માનવીય આધાર પર અપાતી આર્થિક સહાયતા ચાલુ રાખશે અને તેમા વધારો પણ કરશે.
અહીં નોંધવા જેવી વાત એ છે કે કાબુલ પર તાલિબાની કબ્જા બાદ ૧૭ ઓગસ્ટના રોજ જર્મનીએ જાહેરાત કરી હતી કે તે અફઘાનિસ્તાનને અપાતી તમામ મદદ રોકી રહ્યું છે. જર્મન રાષ્ટ્રપતિ ફ્રેંક વોલ્ટર સ્ટીમિટરે કહ્યું હતું કે કાબુલથી ભાગતા લોકોની તસવીરો પશ્ચિમી દેશો માટે શરમનો વિષય છે. આ એક માનવીય ત્રાસદી છે અને તેની જવાબદારી આપણે બધાએ લેવી પડશે. અત્રે જણાવવાનું કે અમેરિકા બાદ જર્મની બીજાે એવો દેશ હતો જેના સૌથી વધુ સૈનિકો અફઘાનિસ્તાનમાં હતા. જર્મની મીડિયા મુજબ સરકાર તરફથી અફઘાનિસ્તાનને અપાતી તમામ નાણાકીય સહાય વર્ષ ૨૦૨૧માં ૪૩૦ મિલિયન યુરો રહેવાનું અનુમાન છે. તાલિબાનના આ દાવા અંગે જાેકે જર્મની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેનાથી એ સંકેત મળે છે કે જર્મની પણ ચીન, રશિયા અને પાકિસ્તાન જેવા દેશોની જેમ તાલિબાન શાસનને સ્વીકારવા માટે તૈયાર છે.SSS