Western Times News

Gujarati News

ચીન- અમેરિકા વચ્ચે ઘર્ષણના એંધાણ : અમેરિકાના જાસૂસ વિમાનો ચીનમાં ઘૂસ્યા

ચીનના દાવા સામે અમેરિકાનો ઈન્કાર : જે કર્યુ તે અમારો હક, નિયમો તોડયા નથી, ઘર્ષણ વધશે તેવી ચીનની ચેતવણી

બીજિંગ: અમેરિકાન- ચીન વચ્ચે તનાતની વધે તેવી ઘટના બની છે ચીને આરોપ મૂકયો છે કે અમેરિકાના બે એડવાન્સ યુ-ર સ્પાય પ્લેને (જાસૂસી વિમાનો) થોડા દિવસ પહેલા અમારી સીમામાં ઘૂસણખોરી કરીને લશ્કરી કવાયતને રેકોર્ડ કરી છે એવું કહેવાય છે કે આ ઘટના ઉતરી ચીનની છે.

જાેકે અમેરિકાચીનના આરોપોને ફગાવી દેતા જણાવ્યુ હતુ કે અમે કોઈ નિયમો તોડયા નથી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને અમેરિકાના બે ફાઈટર જેટસ શાંધાઈથી માત્ર ૭પ કિ.મી. દૂર ઉડાણ ભરતા જાેવા મળ્યા હતા. ચીનના ડિફેન્સ વિભાગના પ્રવક્તા વુ- કિવને જણાવ્યુ હતુ કે ઉત્તરી વિસ્તારમાં અમારી સેના અભ્યાસ કરતી હતી ત્યારે અમેરિકન નેવીના બે યુ-ર એરક્રાફટે જાસૂસી કરી હતી જેનાથી અમારી ટ્રેનિંગ પર અસર પડી છે તો બે દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીનું ઉલ્લંઘન છે.

ચીનના સરકારી મિડિયાએ કહયુછેકે અમેરિકાની આ હરકત જાેખમી છે. ચીનના વિસ્તારમાં ઘૂસણખોરી થશે તો સૈન્ય ઝપાઝપી થઈ શકે છે અને આગામી સમયમાં તે વધી પણ શકે છે ચીની સેના અહીયા બે જગ્યાએ સૈન્ય અભ્યાસ કરી રહી છે. દરમિયાન અમેરિકાના એરફોર્સે તો સ્પષ્ટ જણાવ્યુ છે કે અમે અમારી હદમાં રહીને કામ કર્યુ છે કોઈ નિયમો તોડયા નથી અમે પહેલા પણ હિંદ મહાસાગરમાં ઓપરેશન કરતા હતા અને આગામી સમયમાં પણ કરીશુ મીલેટ્રી તજજ્ઞ કાર્લ ચેસ્ટરે કહયુ હતુ કે મને ચીનના દાવા પર શંકા છે અમેરિકાના એરક્રાફટને ચીનમાં ઘૂસવાની જરૂર નથી તે એટલા હાઈટેક છે કે મિલો દૂરથી જ દરેક હરકત પર નજર રાખી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.