ચીન અરૂણાચલ પ્રદેશની પાસે પરિયોજનાનું નિર્માણ શરૂ કરશે
નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં જારી સૈન્ય ગતિરોધ વચ્ચે ચીન અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સીમાની પાસે સિચુઆન તિબેટ રેલ પરિયોજનાનું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યું છે આ રેલ પ્રોજેકટ સામરિક રીતે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સરકારી રિપોર્ટ અનુસાર ચીની રેલવેએ દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતના યાન અને તિબેટના લિંઝીની વચ્ચે બે સુરંગ અને એક પુલ માટે બોલી આમંત્રિત કરી છે. આ સાથે સિચુઆન તિબેટ રેલવેના યાન લિંઝી ખંડ પર વિજળી પુરવઠા પરિયોજના માટે પણ બોલી આમંત્રિત કરી છે લિંઝી અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સીમાની પાસે છે.
કિંગધઇ તિબેટ બાદ ચીનની આ બીજી રેલવે પરિયોજના છે જેને તિબેટમાં નિર્માણ શરૂ થવા જઇ રહ્યું છે સિચુઆન તિબેટ રેલ પરિયોજના સિચુઆન પ્રાંતના પાટનગર ચેંગદુથી શરૂ થાય છે જે કવાદોથી થઇ તિબેટ પહોંચે છે. આ રેલ પરિયોજનાના નિર્માણથી ચેંગદુથી તિબેટની રાજધાની લહાસા સુધીની યાત્રાને ૪૮ કલાકથી ઘટાડી ૧૩ કલાક કરી દેશે ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર સિચુઆન તિબેટ રેલ પરિયોજના પર લગભગ ૪૭ અરબ ડોલર ખર્ચ થવાનું અનુમાન છે.HS