ચીન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના કંન્ટ્રોલમાં કરવાના પ્રયાસમાં લાગ્યુ
નવીદિલ્હી: વિસ્તારવાદી નીતિ અપનાવવા અને દુનિયા પર પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ચીન હવે નવું ષડયંત્ર રચી રહ્યુ છે. ચીન હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઈન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના કંન્ટ્રોલમાં કરવાના પ્રયાસમાં લાગ્યુ છે. આ દાવો હાલમાં બ્રિટનના એક સંસદીય પેનલે કર્યો છે.
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સની વિદેશ મામલાની સમિતિનો ગુરુવારે એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટને વિદેશ નીતિ પર કામ કરનારા ૧૧ સાંસદોએ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં ચીન અને રશિયાને લઈને ચેતવણી આપવામાં આવી છે.
રિપોર્ટમા સાંસદે ચેતવણી આપી છે કે ચીન દ્વિતીય વિશ્વ યુધ્ધને ધ્યાનમાં રાખીને સ્થાપિત ડબ્લ્યૂએચઓ અને ઈન્ટરપોલ જેવા બહુપક્ષીય સંગઠનોની નબળાઈયો પર વાર કરી રહ્યુ છે. જેનાથી તેમની ઉપર કન્ટ્રોલ કરી શકે. જાે સમય રહેતા દુનિયાભરમાં કોરોનાને ફેલાવીને આતંક મચાવનાર ચીને જવાબ નહીં આપ્યો તો આવનારા સમયમાં લોકતાંત્રિક દેશો માટે મોટું સંકટ બની જશે.