Western Times News

Gujarati News

ચીન કરતા ભારતની વસતીમા બેગણો વધારો થઈ રહ્યો છેઃ અહેવાલ

નવીદિલ્હી: એક અહેવાલમા જણાવવામા આવ્યુ છે કે ચીનની સરખામણીએ ભારતની વસતીમા બેગણો વધારૌો થઈ રહ્યો છે. જેમા ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ભારતમા દર વર્ષે ૧.૨ ટકાના દરે વસતીમા વધારો થયો છે જ્યારે આ જ સમયમા ચીનમા ૦.૫ ટકાના દરે વસતી વધી છે. આ રીતે ચીનની સરખામણીએ ભારતની વસતીમા બેગણો વધારો થયો છે.

આ અંગે એક અહેવાલમા સંયુકત રાષ્ટ્રના એક અહેવાલનો ઉલ્લેખ કરવામા આવ્યો છે કે વસતીમા વધારો થવાનો વૈશ્વિક સરેરાશ દર ૧.૧ ટકા છે. આ અહેવાલ આજે રજુ કરવામા આવ્યો હતો.જેમા વિશ્વની કુલ વસતી ૭.૭ અબજ થઈ છે. આ વસતી ૨૦૧૮મા ૭.૬ અબજ હતી. જ્યારે ચીનની વસતી ૧૪૨ કરોડ છે. જોકે ભારતમા પણઁ હવે ૧૩૬ કરોડની વસતી થઈ ગઈ છે. પરંતુ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન ભારતમા ચીનની સરખાંમણીએ ૧.૨ ટકાના દરે વસતીમા વધારો થયો છે. સરેરાશ આયુષ્યના મામલે ભારત ચીન કરતા પાછળ છે. ભારતમા સરેરાશ આયુષ્ય ૬૯ વર્ષ છે જ્યારે ચીનના નાગરિકોની સરરાશ ઉમર ૭૭ વર્ષ છે. જાેકે વૈશ્વિક આયુષ્ય દર ૭૨ વર્ષ છે.

આમ એક અહેવાલમા જણાવવામા આવ્યુ છે કે ભારતમા ચીનની સરખામણીએ છેલ્લાં કેટલાક સમયથી બેગણો વધારો થઈ રહ્યો છે જે ભારત જેવા વિકસીત દેશ માટે ચિંતાજનક બાબત ગણી શકાય. ભારત ચીન કરતા વિકાસની રીતે થોડો પાછળ છે તેથી ભારતે આવી બાબત પર સજાગતા દાખવવી પડશે.તેમ આ અહેવાલમા જણાવવામા આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.