ચીન કોરોનાને નાથવા માટે ભારતના અડધા બજેટ જેટલા રૂપિયા ખર્ચશે
બેઈજિંગ, કોરોના વાયરસના ફેલાયેલા સંક્રમણથી અર્થવ્યવસ્થા પર પડતા અનુમાનિત અસરને દૂર કરવા માટે ચીનની કેન્દ્રીય બેન્કે 1,200 અબજ યુઆન એટલે કે 173 અબજ ડોલર (12.11 લાખ કરોડ રૂપિયા) નાખવાની યોજના બનાવી છે. ચીનમાં કોરોનાવાયરસને કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. ચીનની સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા આંકડાઓ મુજબ ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે કુલ 425 લોકોના મોત નિપજ્યા છે જ્યારે કે વાયરસને કારણે સંક્રમિત 64 નવા મામલાઓ સામે આવ્યા છે. સમગ્ર દેશમાં વાયરસને કારણે સંક્રમિત લોકોની સંખ્યા 20 હજાર થઇ ગઇ છે. કોરોના વાયરસ સામે લડી રહેલા ચીનમાં સર્જીકલ માસ્ક અને અન્ય જરૂરી મેડીકલ ઉપકરણોની ભારે અછત સર્જાઇ રહી છે. વર્ષ 2002માં કહેર મચાવેલા સાર્સથી પણ વધુ લોકોનો ભોગ લઇ ચૂકેલા કોરોના વાયરસને નાથવા ચીન સહિત સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો ઉંધા માથે થયા છે.
પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, મહામારીનો સામનો કરવા માટે શેર હજારને સ્થિર બનાવી રાખવા અને બેન્કિંગ સિસ્ટમમાં પર્યાપ્ત તરલતા બનાવી રાખવા માટે સોમવારથી બજારમાં ભાવિ ઉંચી કિંમતે વેચાણના કરાર હેઠળ બોન્ડ ખરીદીને 1,200 અબજ યુઆન જેટલું ભંડોળનો પ્રવાહ વધારશે. બેંકે કહ્યું કે, સમગ્ર બેંકિંગ સિસ્ટમમાં નાણાંનો પ્રવાહ પાછલા વર્ષ કરતા 900 અબજ યુઆન જેટલો વધુ થશે.
ચીનમાં નવા વર્ષની રજા પછી સોમવારે બજારો ફરી શરૂ થવાના છે. સરકારે દેશમાં આવ-જા પર વિવિધ પ્રતિબંધો લગાવી દીધા છે. ચીનમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 304 થઈ ગઈ છે અને 14,380 લોકો સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે.