ચીન કોરોના વાયરસના પીડિતોની સંખ્યા છુપાવી રહ્યું હોવાની આશંકા
બીજીંગ, ચીનનાં આંકડા પ્રમાણે સંક્રમણના માત્ર ૩૪૯ નવા કેસની પુષ્ટી થઈ છે. જ્યારે એક દિવસ પહેલા આંકડો ૧૭૦૦ હતો. તેનાથી ચીનના સત્તાવાર ડેટાને લઈ શંકાઓ વધી રહી છે. ચીન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પર શંકા છે. સત્યને છૂપાવવામાં આવી રહ્યું હોવાના સવાલો ઉભા થઈ રહ્યાં છે. કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં ૨ હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. તો ૭૦ હજારથી વધારે લોકોને ચેપ લાગ્યો હોવાની ખાતરી થઈ ગઈ છે. પરંતુ ચીન તરફથી જાહેર કરાયેલા સત્તાવાર ડેટાને લઈને શંકા વધી રહી છે. બની શકે કે ચીન દુનિયાને એ બતાવવા માગે છે કે હાલ સ્થિતિ કાબૂમાં છે. ચીનમાં કોરોના વાયરસથી ૨ હજારથી વધુ લોકોના મોત નિપજ્યાં છે.