ચીન ગધેડા અને ખચ્ચર પર લશ્કરને સાધનો પહોંચાડે છે
નવી દિલ્હી: લદ્દાખમાં ભારત સાથેના તણાવ વચ્ચે, ચીનના સરકારી મીડિયા દ્વારા થોડા થોડા દિવસો વીડિયો બહાર પાડીને મોટી મોટી ડંફાસો મારવામાં આવે છે.
આવા જ એક વીડિયોમાં ડ્રોનથી સૈનિકોને હથિયાર અને ખોરાક પહોંચાડવા દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ગ્લોબલ ટાઇમ્સના તંત્રીએ આ ડ્રોનનો વીડિયો શેર કરતા ભારતીય સૈનિકોના ભોજન પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
જ્યારે, વાસ્તવિકતા એ છે કે આ દિવસોમાં ચીની આર્મી તિબેટમાં ભારત સાથે લાગેલી સરહદ પર ગધેડા અને ખચ્ચર દ્વારા ફ્રન્ટ લાઈન પર લશ્કરી સાધનો અને લોજિસ્ટિક્સ સપ્લાય કરી રહી છે.
ગ્લોબલ ટાઇમ્સે ખુદ ચીની આર્મીના ‘મિશન મ્યુલ’ નો અહેવાલ પ્રકાશિત કર્યો છે. ગ્લોબલ ટાઇમ્સે અહેવાલમાં લખ્યું છે કે, ચીની સૈન્યની તિબેટીયન લશ્કરી પરિવહન એકમ પણ સરહદની ઊંચાઇ પર સ્થિત મુશ્કેલ વાતાવરણમાં સામાન પહોંચાડવા વ્યવહારિક અભિગમ તરીકે ખચ્ચર અને ઘોડાઓનો ઉપયોગ કરી રહ્યા છે.
દક્ષિણ પશ્ચિમ ચાઇનાના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના નાગી પ્રાંતના રુતોગ કાઉન્ટીમાં તિબેટીયન સૈનિકોની સપ્લાય યુનિટ ચીની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકોને સામાન પહોંચાડી રહ્યું છે. ચીન તિબેટીયન લશ્કરના સૈનિકોને બીજા તબક્કાના ગણે છે.
ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની રુતોગ કાઉન્ટી પાર્ટી કમિટી અને સરકારે તમામ કિંમતે ચીની સૈનિકોને સામાન અને દારૂગોળો પહોંચાડવાના આદેશો જાહેર કર્યા છે.
શિનજિયાંગ મિલિટરી કમાન્ડની અંદર કાર્યરત તિબેટીયન લશ્કરી સૈનિકો દુર્ગમ વિસ્તારોમાં ચીની સેનાને માલ પહોંચાડવા માટે તેમના જીવનું જોખમ લે છે. છતાં તેઓને ચીની સૈન્યમાં સમાન દરજ્જો નથી.