ચીન ચેતી જાય… સરહદે તેનો કાળ આવ્યો છે ભારતે અર્જુન ટેંક તથા ભીષ્મ ટેંકને સરહદે મોકલી
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: ચીન ચેતી જાય…. સરહદે તેનો કાળ આવી ગયો છે. ભારત સાથે ગદ્દારી કરી જવાનોને મારનાર ચીની સૈનિકો સામે બદલો લેવા સેનાએ કમરકસી લીધી છે. ચીનને પાઠ ભણાવવા સંભવિત યુધ્ધની તૈયારીઓ કરી દેવાઈ છે. સેનાધ્યક્ષ મુકુંદ નરવણેએ ફોરવર્ડ પોસ્ટ પર રહેલા સૈનિકોની મુલાકાત લઈને તેમનો જામ-જુસ્સો વધારવાની સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તેમણે સૈનિકોને હાકલ કરી હતી.
ચીનની સાથે લડી લેવાના મુડમાં સૈનીકો છે અને તેથી જ એલએસી પર ચીન સાથેની તમામ સરહદો પર ભારતે સૈન્ય વધાર્યુ છે. જ્યારે બીજી તરફ અત્યાધુનિક શસ્ત્રો ગોઠવવામાં આવી રહ્યા છે. ચીનનો ‘યમદૂત’ ગઈકાલે ભારતે સરહદે મોકલી આપ્યો છે. અર્જુન ટંકની સાથે ભારતે તેની અત્યંત આધુનિક ‘ભીષ્મ ટેંક’ને પણ સરહદે મોકલી દીધી છે. ચીન કરતાં ભારત પાસે ટેંકોની સંખ્યા વધારે છે. વળી, ભીષ્મ ટેંક લાઈટવેટ ધરાવે છે. અને તેને ઉંચાઈ પર ગોઠવવામાં આવશે.
બીજી તરફ અમેરીકા પાસેથી હોવિત્ઝર તોપ મંગાવાઈ છે તો બોફોર્સ તોપની તૈનાતી પહેલેથી જ કરી દેવામાં આવી છે. તે ભૂલવુ જાઈએ નહીં. ચીને ગલવાન ઘાટીમાં ફરીથી ટેંટ બાંધી દીધા છે તો અન્ય વિસ્તારોમાં પણ મોરચો ખોલવાની શરૂઆત ભારતે પણ તૈયારીઓ કરી દીધી છે. બંન્ને દેશના સૈન્ય્ આમને-સામને છે એક નાનકડી ચિંગારી બંન્ને દેશની સેનાઓ વચ્ચે ધબાધબી બોલાવી દેશે. ભારતે ચીનને ’ભરી પીવા’ તમામ લશ્કરી તૈયારીઓ કરી લીધી હોવાનું કહેવાય છે.